• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલના ઓપ્શન્સના સાપ્તાહિક ટર્નઓવરમાં 67.85 ટકાનો ઉછાળો

by P C KAPADIA
July 11, 2021
in Corporate
0
ક્રૂડ તેલના ઓપ્શન્સના સાપ્તાહિક ટર્નઓવરમાં 67.85 ટકાનો ઉછાળો
Share on FacebookShare on Twitter

વિક્લી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ પર સોના–ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડોઃ

કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.350 વધ્યાઃ સીપીઓ, રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈઃ

કપાસમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 276 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 394 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2 થી 8 જુલાઈના સપ્તાહ દરમિયાન 19,78,581 સોદાઓમાં કુલ રૂ.1,66,869.69 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 276 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 394 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 2,71,128 સોદાઓમાં રૂ.25,046.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જે આગલા સપ્તાહનાં રૂ.15,364.48 કરોડના ટર્નઓવરની સરખામણીએ 63.01 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં વધીને રૂ.3,762.73 કરોડ અને ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં વધીને રૂ.221.91 કરોડનું ટર્નઓવર થયું હતું. ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21,057.88 કરોડનાં કામકાજ થયાં હતાં, જે આગલા સપ્તાહનાં રૂ.12,544.98 કરોડનાં કામકાજની સરખામણીએ 67.85 ટકાનો ઉછાળો દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 6 જુલાઈના રોજ ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5,304.87 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું, જે દર્શાવે છે કે ટ્રેડરો ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં વિશેષ રસ દાખવી રહ્યા છે.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન ઈન્ડેક્સ વાયદાઓમાં 17,535 સોદાઓમાં રૂ.1,442.29 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,024 સોદાઓમાં રૂ.740.93 કરોડનાં 10,066 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 8,511 સોદાઓમાં રૂ.701.36 કરોડનાં 9,251 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,205 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 641 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,580ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,856 અને નીચામાં 14,580ના સ્તરને સ્પર્શી, 276 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 140 પોઈન્ટ વધી 14,690ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,011ના સ્તરે ખૂલી, 394 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 114 પોઈન્ટ વધી 15,129ના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદાની વાત કરીએ તો કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાઓમાં 7,82,729 સોદાઓમાં કુલ રૂ.48,042.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,139ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,290 અને નીચામાં રૂ.47,139 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.682 વધી રૂ.47,721ના ભાવે બંધ થયો હતો.. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.430 વધી રૂ.38,240 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.4,721ના ભાવે બંધ થયો હતો.. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,116ના ભાવે ખૂલી, રૂ.686 વધી રૂ.47,735ના ભાવે બંધ થયો હતો.. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.69,224 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,960 અને નીચામાં રૂ.68,646 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.158 ઘટી રૂ.68,962 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.112 ઘટી રૂ.69,136 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.111 ઘટી રૂ.69,141 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં 1,90,869 સોદાઓમાં રૂ.33,059.92 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 ઘટી રૂ.196.15 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2 વધી રૂ.240ના ભાવે બંધ થયો હતો.. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.5.85 વધી રૂ.720.60 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.18.6 વધી રૂ.1,377.40 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.55 વધી રૂ.179ના ભાવે બંધ થયો હતો..

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 6,96,271 સોદાઓમાં કુલ રૂ.56,713.97 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,622ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,733 અને નીચામાં રૂ.5,293 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.184 ઘટી રૂ.5,423 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.20 વધી રૂ.275.50 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 20,049 સોદાઓમાં રૂ.2,564.77 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,299.50ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1303 અને નીચામાં રૂ.1282.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.2.50 વધી રૂ.1,288 બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,200 અને નીચામાં રૂ.16,625 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.4 ઘટી રૂ.16,847ના ભાવે બંધ થયો હતો.. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,013ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1048.50 અને નીચામાં રૂ.996.40 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.0.30 ઘટી રૂ.1011.10 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.43.60 ઘટી રૂ.1015.50 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.350 વધી રૂ.25,170 બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,84,871 સોદાઓમાં રૂ.24,374.06 કરોડનાં 51,082.732 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,97,858 સોદાઓમાં કુલ રૂ.23,668.33 કરોડનાં 3,387.398 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,16,111 સોદાઓમાં રૂ.25,762.33 કરોડનાં 4,68,80,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,80,160 સોદાઓમાં રૂ.30,951.64 કરોડનાં 1,13,26,22,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 40 સોદાઓમાં રૂ.1.09 કરોડનાં 168 ટન અને કોટનના વાયદાઓમાં 4,355 સોદાઓમાં રૂ.517.92 કરોડનાં 205400 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,490 સોદાઓમાં રૂ.68.74 કરોડનાં 675.36 ટન, રબરના વાયદાઓમાં 172 સોદાઓમાં રૂ.3.11 કરોડનાં 185 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 13,992 સોદાઓમાં રૂ.1,973.91 કરોડનાં 1,93,810 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,718.496 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 496.868 ટન, ક્રૂડ તેલમાં 6,28,800 બેરલ અને નેચરલ ગેસમાં 2,27,66,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 52 ટન, કોટનમાં 175350 ગાંસડી, મેન્થા તેલમાં 332.28 ટન, રબરમાં 135 ટન, સીપીઓમાં 86,400 ટનના સ્તરે રહ્યો હતો.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
5.29 મિલિયન ક્લાયન્ટ બેસ સાથે એન્જલ બ્રોકિંગની આગેકૂચ જારી

5.29 મિલિયન ક્લાયન્ટ બેસ સાથે એન્જલ બ્રોકિંગની આગેકૂચ જારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com