ડેઈલી માર્કેટ રિપોર્ટ
બુલડેક્સ ફ્યુચર્સમાં 82 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 197 પોઈન્ટની મૂવમેન્ટઃ
કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ કપાસ, મેન્થા તેલમાં નરમાઈ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,42,915 સોદાઓમાં કુલ રૂ.13,169.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 82 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 197 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 63,463 સોદાઓમાં કુલ રૂ.4,290.94 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,844ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,890 અને નીચામાં રૂ.47,625 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.47,713ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.38,249 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.4,722ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,798ના ભાવે ખૂલી, રૂ.14 ઘટી રૂ.47,721ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,789 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,166 અને નીચામાં રૂ.68,425 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.66 વધી રૂ.69,028 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.24 વધી રૂ.69,160 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.22 વધી રૂ.69,163 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 22,698 સોદાઓમાં રૂ.4,208.70 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.197.45 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.242ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.12 વધી રૂ.732.60 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.22. વધી રૂ.1,399.40 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 33,568 સોદાઓમાં કુલ રૂ.2,383.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,460ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,519 અને નીચામાં રૂ.5,449 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.87 વધી રૂ.5,510 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.90 વધી રૂ.276.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,633 સોદાઓમાં રૂ.199.86 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,282.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1282.50 અને નીચામાં રૂ.1282.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.50 ઘટી રૂ.1,282.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,901 અને નીચામાં રૂ.16,822 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.16,887ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1029.80 અને નીચામાં રૂ.1012.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.10 વધી રૂ.1027.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.22.30 ઘટી રૂ.993.20 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.10 વધી રૂ.25,180 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,767 સોદાઓમાં રૂ.2,232.60 કરોડનાં 4,671.312 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 49,696 સોદાઓમાં કુલ રૂ.2,058.34 કરોડનાં 298.745 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,539 સોદાઓમાં રૂ.980.86 કરોડનાં 17,87,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,029 સોદાઓમાં રૂ.1,402.49 કરોડનાં 5,10,33,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 215 સોદાઓમાં રૂ.25.75 કરોડનાં 10200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 205 સોદાઓમાં રૂ.10.35 કરોડનાં 103.32 ટન, રબરના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.0.42 કરોડનાં 25 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,187 સોદાઓમાં રૂ.163.31 કરોડનાં 16,020 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,769.450 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 509.771 ટન, ક્રૂડ તેલમાં 7,72,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,46,77,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 56 ટન, કોટનમાં 175325 ગાંસડી, મેન્થા તેલમાં 349.56 ટન, રબરમાં 134 ટન, સીપીઓમાં 86,900 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,948 સોદાઓમાં રૂ.159.40 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 692 સોદાઓમાં રૂ.52.94 કરોડનાં 721 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,256 સોદાઓમાં રૂ.106.46 કરોડનાં 1,394 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,317 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 846 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,709ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,719 અને નીચામાં 14,637ના સ્તરને સ્પર્શી, 82 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 4 પોઈન્ટ ઘટી 14,686ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,175ના સ્તરે ખૂલી, 197 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 201 પોઈન્ટ વધી 15,330ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 19,605 સોદાઓમાં રૂ.1,927.20 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.306.83 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12.51 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,607.50 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.399 ખૂલી, ઊપરમાં રૂ.420 અને નીચામાં રૂ.325 રહી, અંતે રૂ.26 ઘટી રૂ.338.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,488 ખૂલી, ઊપરમાં રૂ.1,648 અને નીચામાં રૂ.1,435 રહી, અંતે રૂ.17 વધી રૂ.1,548.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.95 ખૂલી, ઊપરમાં રૂ.121.50 અને નીચામાં રૂ.90 રહી, અંતે રૂ.31.60 વધી રૂ.115.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.190 ખૂલી, ઊપરમાં રૂ.227 અને નીચામાં રૂ.173 રહી, અંતે રૂ.2 ઘટી રૂ.204.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.645 ખૂલી, ઊપરમાં રૂ.674 અને નીચામાં રૂ.511 રહી, અંતે રૂ.42.50 વધી રૂ.619 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.140.70 ખૂલી, ઊપરમાં રૂ.141 અને નીચામાં રૂ.105.20 રહી, અંતે રૂ.44.20 ઘટી રૂ.111.30 થયો હતો.
- નૈષધ ત્રિવેદી






