નિર્માતા સાજિદ નડિયાદવાલાએ નમ: પિક્ચર્સના સહયોગમાં એમની આગામી મ્યુઝિકલ લવ સ્ટોરી સત્યનારાયણ કી કથાની ઘોષણા કરી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કાર્તિક આર્યન પહેલીવાર સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે નેશનલ અવૉર્ડ વિજેતા સમીર વિદ્વાન્સ
સાજિદ નડિયાદવાલાએ કહ્યું કે, કાર્તિક આર્યન સાથે કામ કરવા હું ઘણો ઉત્સાહિત છું કારણ એ ઘણો પ્રતિભાશાળી કલાકાર છે. સત્યનારાણ કી કથા એક એવી સ્ક્રિપ્ટ છે જે રીયુનિયન માટે એકદમ પર્ફેક્ટ છે.
સત્યનારાયણ કી કથા પ્રેમનું મહાકાવ્ય છે જે પ્યાર કા પંચનામા ફ્રેન્ચાઇઝી, સોનુ કે ટીટૂ કી સ્વીટી અને પતિ પત્ની ઓર વો બાદ કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં ચમકાવી રહી છે. તમે અભિનેતાને એક એવી કથા લઈને આવતા જોશો જે પહેલાં કદી એક્સપ્લોર થઈ નથી.
ફિલ્મ અંગે જણાવતા કાર્તિક આર્યને જણાવ્યું કે, હું ઘણા સમયથી સાજિદ નડિયાદવાલા સાથે કામ કરવા માગતો હતો, અને આનાથી વધુ બહેતર બીજો કોઈ પ્રોજેક્ટ હોઈ શકે નહીં. સત્યનારાયણ કી કથા એક સંગીતમય પ્રેમ ગાથા છે જે મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક સમીર વિદ્વાન્સ સાથે કામ કરવાનો મોકો આપી રહી છે.
સમીર વિદ્વાન્સે તેમની 2019માં આવેલી છિછોરે (સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ) અને આનંદી ગોપાલ (સામાજિક મુદ્દે બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મ) માટે નેશનલ અવૉર્ડ જીત્યા છે. સત્યનારાયણ કી કથાનું શૂટિંગ આ વરસના અંતમાં શરૂ થશે.