મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી નર્સને ચાલુ ટ્રેનમાં છેડતી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. રવિવારે રાત્રે ફરજ બાદ છેલ્લી મેમુ ટ્રેનમા ઘરે પાછી ફરી રહેલી નર્સનો વાનગાવ સ્ટેશન નજીક વિનયભંગ કરવામા આવ્યો હતો. ૨૨ વર્ષીય યુવાન પર નર્સનો મોબાઇલ ફોન ચોરીનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે
ફરિયાદી નર્સ રવિવારે રાત્રે પોતાનું કામ પૂરું કરી દહાણુ ઘરે જવા રવાના થઈ હતી. વિરારથી તેણીએ છેલ્લી મેમુ (ટ્રેન) પકડી હતી. જે રાત્રે ૧૦.૫૦ વાગ્યે ઉપડે છે. આરોપી મહિલાના કોચમા વાનગાવ સ્ટેશન નજીક ઘુસ્યો હતો. તેણે નર્સના હાથમાંથી મોબાઇલ છીનવાનો પ્રયત્ન કર્યો હતો.

નર્સે બહાદુરીથી પ્રતિકાર કર્યો અને તેનો મોબાઇલ પાછો છીનવી લીધો હતો.. પરંતુ તે જ ક્ષણે તેણે તેની છેડતીનો પ્રયાસ કર્યો. નર્સ દહાણુ સ્ટેશન પહોંચતાંની સાથે જ ચીસો પાડી. જો કે, તેના વર્ણનના આધારે રેલવે પોલીસે નાસી છૂટેલા આરોપીને પકડ્યો હતો.
પાલઘર રેલ્વે પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ચોરી અને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટમાં તેને રજૂ કરાતા કોર્ટે તેને બે દિવસના પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.






