શહેરમાં આજી નદીના પટમાં કાદવમાં એક ઘોડો ડૂબી રહ્યો હોવા અંગે કાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે ઘોડાને બહાર કાઢ્યો હતો. નદીમાં રહેતા ઝેરી કેમિક્લની અસરથી ફાયરના જવાનને આખા શરીરે ખંજવાળ ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે આજીડેમ નજીક આવેલા રાજેશ્વર મંદિરનાં મતે એક ઘોડાને નદીના પટમાં માથા સુધી ડુબેલો જોયો હતો. આથી તેમણે ફાયર અને સ્થાનિક આગેવાનોનો સંપર્ક કર્યો હતો. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 30 મિનિટ સુધી ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ ઘોડાને બહાર કાઢવામાં તો સફળતા મળી હતી. પરંતુ જવાનને આખા શરીરે ખંજવાળ ઉપડી હતી. કરોડોનો ખર્ચ કરવા છતાં આજી નદીની ગંદકી દૂર થઇ નથી.
- ધ રાજકોટ ન્યુઝ