જાણીતા મનોચિકિત્સક ડૉ. રશ્મિન ચોલેરાના હસ્તે પુસ્તકનું વિમોચન થયું હતું.
મુંબઈ : આજના તણાવપૂર્ણ જીવનમાં ડિપ્રેશન અને ટૂંકા ગુસ્સાની માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરોને ઉજાગર કરતું પ્રખ્યાત પત્રકાર અને લેખક ધનંજય દેસાઈ રચિત પુસ્તક ‘ડિપ્રેશન.. શોર્ટ ટેમ્પરની લોંગ ટર્મ ઈફેક્ટ’નું કાંદિવલી ખાતે ભવ્ય કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા મનોચિકિત્સક ડૉ. રશ્મિન ચોલેરાના હસ્તે પુસ્તકનું વિમોચન થયું હતું.
આ પ્રસંગે ડૉ. ચોલેરાએ ડિપ્રેશન થવાનાં વિવિધ કારણો, તેની માનસિક અસરો અને ઉપલબ્ધ ઉપચાર પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રકાશક એન. એમ. ઠક્કરની કંપનીના હેમંત ઠક્કરે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ અને ગૌરવ ગુજરાતી પુસ્તકોના પ્રકાશન તથા વાચનથી જ જળવાઈ રહેશે. નવાં પુસ્તકોનું પ્રકાશન એ લેખકો અને પ્રકાશકોનો ગુજરાતી સાહિત્યના વાચકો પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે.
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ પડિયા, શિક્ષણશાસ્ત્રી રાજુભાઈ દેસાઈ તથા સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના કરુણાશંકર ઓઝાએ લેખક ધનંજય દેસાઈને અભિનંદન પાઠવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર જયેશ શુક્લે કર્યું હતું.
પુસ્તકની કિંમત રૂ. ૨૦૦ (કુરિયર નિઃશુલ્ક) છે. પુસ્તક જાણીતા પુસ્તક વિક્રેતાઓ તથા એમેઝોન પર ઉપલબ્ધ છે. ઓર્ડર માટે હેમંત ઠક્કર (મો. ૯૯૬૭૪ ૫૪૪૪૫)નો સંપર્ક કરી શકાય છે.





