વર્મા ફાઉન્ડેશન અને મૈત્રી પીસ ફાઉન્ડેશનનો સમાજસેવાના ક્ષેત્રે અનોખો ઉપક્રમ
સમાજમાં નિઃસ્વાર્થ સેવા અને માનવતાના કાર્યોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વર્મા ફાઉન્ડેશન અને મૈત્રી પીસ ફાઉન્ડેશન દ્વારા ષણ્મુખાનંદ હોલ ખાતે નેશનલ એક્સેલન્સી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જીશનું દેવ વર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લિંગાયત સમાજના ગુરુ શ્રી પી. એન. સ્વામી મહારાજ તથા અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રગિરીજી મહારાજ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી જરૂરિયાતમંદોને વ્હીલચેર તેમજ લોકોને આત્મનિર્ભર બનવા માટે સહાય કરવામાં આવી હતી. સ્વામીજીએ ઉપસ્થિતોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનારા સેવાભાવી વિરલાઓને નેશનલ એક્સેલન્સી એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.






