ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે દિલ્હી એનસીઆરમાં તાજ સૂરજકુંડ રિસોર્ટ એન્ડ સ્પા નવેસરથી શરૂ કર્યો છે. અરાવલીની પહાડીઓના સુંદર ઢોળાવો પર આવેલો આ રિસોર્ટ એક બહેતરીન રિટ્રીટનો અનુભવ કરાવે છે. આવનાર દરેક મહેમાન અહીં તરોતાજા થઈને પાછો જાય છે.
તાજ સૂરજકુંડ રિસોર્ટ એન્ડ સ્પાના જનરલ મેનેજર અક્ષત ગુપ્તાએ જણાવ્યું કે, તાજ સૂરજકુંડ દિલ્હી એનસીઆરમાં અમારી બ્રાન્ડનો રિસોર્ટ છે. એની રીબ્રાન્ડિંગની સાથે એમાં કરાયેલા સુધારાને કારણે લક્ઝુરિયસ સ્ટે, મજેદાર ડાઇનિંગના અનુભવો માટે આદર્શ ડેસ્ટેનેશન બનાવ્યું છે. ક્લાસિક સુંદરતાની સાથે આરામ માટેની આધુનિક સુવિધાઓનો સુંદર સમન્વય. રિસોર્ટના આ નવા રૂપરંગનો અનુભવ લેવા અમે મહેમાનોને આમંત્રિત કરીએ છીએ. અહીં બધું નવું છે પણ તાજની ખાસ ઓળખ, પોતિકાપણું અને અતુલનીય સેવા યથાવત છે.
તાજ સૂરજકુંડમાં નવેસરથી બનાવાયેલા આવાસો, સુનિયોજિત ભોજનાલય અને સાર્વજનિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંની તમામ બાબતો આ વિસ્તારની સાંસ્કૃતિક વારસાની સાથે 1920ના દાયકાની ભવ્યતાથી પ્રેરણા લઈ બનાવવામાં આવ્યું છે. આ ડિઝાઇન સૂરજકુંડની પ્રતિષ્ઠિત બાવડીને સન્માનિત કરે છે. અહીં આવી મહેમાન નવા શરૂ કરાયેલા બાર, પ્રોમેનેડ લાઉન્જમાં બેસી બગીચાની સુંદરતાને માણી શકે છે. એ સાથે અનેક પ્રકારની વાનગીઓને ઓએસીસમાં માણી શકે છે કે પરાંડામાં પાંટ નદીઓની ભૂમિની પાક કલાનો આનંદ લઈ શકે છે. જે વેલનેસ સર્કલમાં આપને માટે છે ક્યુરેટ્ડ વેલનેસ કાર્યક્રમોની અનોખી દુનિયા પ્રસ્તુત કરવામાં આવી છે. તાજના પુરસ્કારો દ્વારા નવાજાયેલો આ સ્પા પ્રાચીન ભારતીય ઉપચાર પદ્ધતિથી પ્રેરિત છે. એટલું જ નહીં, આ રિસોર્ટ સામાજિક અને કોર્પોરેટ સમારંભ માટે પણ ભવ્ય બેન્ક્વેટ અને અત્યાધુનિક કૉન્ફરન્સિંગ વેન્યુ પણ છે.
હર્યાભર્યા જંગલોથી ઘેરાયેલા તાજ સૂરજકુંડ આરામ કરવા, ઉજાણી કરવા અને ખાસ ક્ષણોને ફરીથી માણવા માટેનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે.






