છેલ્લા ચાલીસ વરસથી ગ્લોબલ કંપનીઓ સાથે હરીફાઈ કરી દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર કેવલ કિરણ કલોથિંગ લિમિટેડની કિલર બ્રાન્ડ હવે એક નવા સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. રવિવારે એરપોર્ટ પાસે આવેલી લીલા હોટેલ ખાતે આયોજિત રંગારંગ કાર્યક્રમમાં કેકેસીએલએ એની પહેલી બૉયઝવેર બ્રાન્ડ જુનિયર કિલર બિપાશા બસુ અને કારણ સિંહ ગ્રોવરના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કેવલ કિરણ કલોથિંગ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર હેમંત જૈને જણાવ્યું કે, જુનિયર કિલર લોન્ચ કરતા એમણે ઘણો આનંદ થઈ રહ્યો છે. આ બ્રાન્ડમાં આજના કિશોર વયનાઓનો ઉત્સાહ જોવા મળે છે. બીજું અમે આ કલેક્શન તૈયાર કરવામાં ઘણી સાવધાની રાખી છે. બ્રાન્ડમાં અદ્વિતીય સ્ટાઇલ જોવા મળે છે જે કિશોરોને પોતાની અલગ છાપ છોડવાની પ્રેરણા આપે છે. એ સાથે અમારું લક્ષ્ય સ્ટાઇલ અને સબસ્ટાન્સનું મહત્ત્વ સમજનાર કિશોરો માટે ફૅશન માટેનો વિકલ્પ પૂરો પાડે છે.

જુનિયર કિલરની ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવેલી ત્રણ શ્રેણી છે જેમાં કેઝયુઅલ, સ્પોર્ટ્સ અને ક્લાસિકનો સમાવેશ થાય છે. ડેનીમથી લઈ ટી-શર્ટ, શર્ટ અને કો-ઓર્ડ્સ સુધીના કલેક્શન વિવિધ અવસરો અને સ્ટાઇલની જરૂરિયાત પૂરી કરે છે.






