ઘાટકોપરમાં રહેતા મિહિર મહેતા ફૅમિલી દ્વારા છેલ્લા ૮૦ વર્ષથી ગણેશ ચતુર્થી નિમિત્તે દાદાની મૂર્તિ લાવવામાં આવે છે. આ મૂર્તિની વરસ આખું અખંડ દીવો રાખવાની સાથે રોજેરોજ આરતી કર્યા બાદ ભોગ ધરાવવામાં આવે છે. હાલ મહેતા પરિવારની ત્રીજી પેઢી આ ફરજ નિભાવી રહી છે. ગણેશ ચતુર્થીના ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યા બાદ આગલા વરસે લવાયેલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે
સતત ૮૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને હજી ચાલતી જ રહેશે તેમ મિહિર અને કોમલ મહેતાએ જણાવ્યું હતું. એંસી વરસથી ચાલી આવેલી આ પરંપરા અંગે મિહિર મહેતાએ જણાવ્યું કે, આઠેક દાયકા પહેલા સંતાન ન થવાથી તેમના દાદીમાએ સંતાન પ્રાપ્તિ માટે માનતા માની હતી. તેમની આ માનતા ફળીભૂત થઈ અને બે પુત્રોનો જન્મ થયો. બસ, ત્યારથી મહેતા પરિવારે આ પરંપરા જાળવી રાખી છે.
એ સાથે કોમલ મહેતાએ જણાવ્યુ કે, છેલ્લા ૧૦ વર્ષથી તેઓ સિદ્ધિવિનાયકની પ્રતિકૃતિ જેવી ગણેશજીની મૂર્તિ તેઓ લાવે છે.






