કેજરીવાલને 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે
દિલ્હીની મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કોજરીવાલને સાબાઆઈએ નોટિસ મોકલાવી 16 એપ્રિલે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. કેન્દ્રિય તપાસ એજન્સી નવી દારુ નીતિ માટે પૂછપરછ કરવા માગે છે. આ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા તિહાર જેલમાં છે.
દિલ્હીના કથિત દારુ ગોટાળાનો રેલો હવે અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. કારણ, આ મામલે સીબીઆઈ હવે આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવાની છે. તેમને 16 એપ્રિલે પૂછપરછ માટે હાજર હેવા જણાવાયું છે. આ મામલે હવે આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ આજે (શુક્રવાર) પત્રકાર પરિષદ યોજવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની નવી દારુ નીતિ મામલે સીબીઆઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની આ અગાઉ ધરપકડ કરી ચુકી છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. આને પગલે આમ આદમી પાર્ટી સતત કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ પર આપખુદશાહીના આક્ષેપો કરતી આવી છે.
તપાસ એજન્સીએ સિસોદિયાને આ સમગ્ર ગોટાળાના મુખ્ય કાવતરાખોર જણાવ્યા છે. જકાત નીતિ તૈયાર કરવામાં અને એને અમલમાં મુકવામાં સિસોદિયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ પૉલિસીને કારણે હોલસેલર્સને 338 કરોડ રૂપિયાનો વધારાનો નફો થયો હતો. પૉલિસીમાં નફો પાંચ ટકા નક્કી કરવામાં આવ્યો હોત એ નફો સરકારમાં જમા થાત. દરમિયાન અરવિદ કેજરીવાલને સીબીઆઈએ નોટિસ મોકલતા પક્ષના નેતા સંજય સિંહે ટ્વીટ કરીને અત્યાચાર ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે, અત્યાચારનો અંત જરૂર આવશે.