આંધર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શુક્રવાર (7 એપ્રિલ, 2023)ના ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં પ્રવેશસ કર્યા બાદ તેમણે કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે તેમણે પક્ષ શું કામ છોડવાનો નિર્ણય કેમ કર્યો. પૂર્વ કેન્દ્રિય પ્રદાન અને ગ્રેસના વરિષ્ઠ નેતા એ. કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીના ભાજપ પ્રવેશ બાદ કૉગ્રેસને આ બીજો મોટો આંચકો લાગ્યો છે.
કૉંગ્રેસના પૂર્વ નેતા કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું કે, મેં ક્યારે વિચાર્યું નહોતું કે કૉંગ્રેસ છોડવી પડશે. એક કહેવત છે કે મારા રાજા ઘણા બુદ્ધિમાન છે, એ ક્યારે પોતાની રીતે વિચારતા નથી, કે ન તેઓ કોઈની સલાહ માનતા. તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માગું છું.
તેમણે વધુમાં જણાવ્યું કે, કૉંગ્રેસ પક્ષ લોકોની ભાવના સમજી શકતી નથી. પક્ષ ન તો વિશ્લેષણ કરી રહ્યો છે કે ભૂલ શું છે અને ન તો તેઓ એ સુધારવા માગે છે. તેઓ એટલું જ વિચારે છે કે હું સાચો છું અને દેશની જનતા સહિત બધા ખોટા છે. આ વિચારધારાને કારણે મેં પક્ષ છોડવાનો નિર્ણય લીધો.
કિરણ કુમાર રેડ્ડીએ કેન્દ્રિય પ્રધાન પ્રલ્હાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પક્ષના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂનીની ઉપસ્થિતિમાં ભગવો ખેસ ધારણ કર્યો હતો.
કિરણ કુમાર રેડ્ડીએ આ વરસે માર્ચમાં જ કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. સપ્ટેમ્બર, 1959માં જન્મેલા રેડ્ડીએ 25 નવેમ્બર, 2010થી 1 માર્ચ 2014 સુધી અવિભાજીત આંધ્ર પ્રદેશના સોળમા મુખ્ય પ્રધાન તરીકે કાર્ય કર્યું. 2 જૂન, 2014ના તેલંગણા રાજ્યની સ્થાપના થઈ એ પહેલા સંયુક્ત આંધ્ર પ્રદેશના તેઓ છેલ્લા મુખ્ય પ્રધાન હતા.






