• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

દિવાળી નિમિત્તે એમસીએક્સ પર મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરાયું

by P C KAPADIA
October 20, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9907 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.6174 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.49 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,11,759 સોદાઓમાં કુલ રૂ.16,129.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9906.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.6174.21 કરોડનો હતો.
દરમિયાન, એમસીએક્સે એક પરિપત્ર મારફત જણાવ્યું છે કે, 24 ઓક્ટોબરને સોમવારના રોજ દિવાળી (લક્ષ્મી પૂજન)ના તહેવારના પાવન પર્વ નિમિત્તે એક્સચેન્જના મંચ પર મુહૂર્તના સોદા માટે ટ્રેડિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જે હેઠળ તમામ કોમોડિટીઝ અને ઈન્ડેક્સના કોન્ટ્રેક્ટ્સ માટે સાંજે 6 વાગ્યથી 6-14 વાગ્યા સુધી વિશેષ સત્ર યોજાશે, જ્યારે ટ્રેડિંગનું સત્ર સાંજે 6-15 વાગ્યાથી 7-15 વાગ્યા સુધીનું રહેશે. ક્લાયન્ટ કોડ મોડિફિકેશનનું સત્ર સાંજે 7-15 વાગ્યાથી 7-30 વાગ્યા સુધીનું રાખવામાં આવ્યું છે.
ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,00,303 સોદાઓમાં કુલ રૂ.5,437.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,386 અને નીચામાં રૂ.50,065 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.75 વધી રૂ.50,274ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.29 વધી રૂ.40,136 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.4,981ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,875ના ભાવે ખૂલી, રૂ.76 વધી રૂ.50,057ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,614ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,765 અને નીચામાં રૂ.55,604 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.661 વધી રૂ.56,675 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.589 વધી રૂ.57,133 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.582 વધી રૂ.57,228 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 24,654 સોદાઓમાં કુલ રૂ.1,768.74 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,074ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,184 અને નીચામાં રૂ.7,057 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.115 વધી રૂ.7,162 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.30 ઘટી રૂ.456 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,030 સોદાઓમાં રૂ.52.79 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,606.50 બોલાઈ રહ્યો હતો. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,840ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,400 અને નીચામાં રૂ.32,630 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.33,170ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.967.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,659.89 કરોડનાં 5,297.499 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,777.87 કરોડનાં 491.419 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.751.51 કરોડનાં 10,53,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,017 કરોડનાં 21586250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.23.96 કરોડનાં 7875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.28.77 કરોડનાં 295.2 ટનનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.48.53 કરોડનાં 702 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,758ના સ્તરે ખૂલી, 44 પોઈન્ટ વધી 13,854ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,174.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.371.12 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.120.29 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,137.38 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,542.83 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.155.35 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.304.80 ખૂલી, ઊપરમાં રૂ.365 અને નીચામાં રૂ.300.10 રહી, અંતે રૂ.60.50 વધી રૂ.360.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.470ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.95 ખૂલી, ઊપરમાં રૂ.8.50 અને નીચામાં રૂ.6.10 રહી, અંતે રૂ.0.20 ઘટી રૂ.6.65 થયો હતો. સોનું નવેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.435 ખૂલી, ઊપરમાં રૂ.494 અને નીચામાં રૂ.433 રહી, અંતે રૂ.21.50 વધી રૂ.473 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.17.50 અને નીચામાં રૂ.9 રહી, અંતે રૂ.3.50 વધી રૂ.14.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.601 ખૂલી, ઊપરમાં રૂ.812 અને નીચામાં રૂ.585 રહી, અંતે રૂ.148 વધી રૂ.799 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.344.80 ખૂલી, ઊપરમાં રૂ.345.80 અને નીચામાં રૂ.285 રહી, અંતે રૂ.46.40 ઘટી રૂ.303 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.70 ખૂલી, ઊપરમાં રૂ.10.85 અને નીચામાં રૂ.6.10 રહી, અંતે રૂ.0.80 વધી રૂ.9.80 થયો હતો. સોનું નવેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.360 ખૂલી, ઊપરમાં રૂ.368 અને નીચામાં રૂ.309 રહી, અંતે રૂ.8.50 ઘટી રૂ.333.50 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.355 ખૂલી, ઊપરમાં રૂ.355 અને નીચામાં રૂ.230 રહી, અંતે રૂ.18.50 ઘટી રૂ.293 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,270 ખૂલી, ઊપરમાં રૂ.1,330 અને નીચામાં રૂ.1,000 રહી, અંતે રૂ.153 ઘટી રૂ.1,033.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.80ની નરમાઈઃ મેન્થા તેલમાં સુધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com