વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી યોગદાન: વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે હાઉસ ઓફ કોમન્સમાં સર્ટિફિકેટ ઓફ એક્સિલેંસ એનાયત કર્યું હતું
ઈન્ડો-યુકે લીડરશિપ સમિટ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ (WBR) સમારોહ 27-28 સપ્ટેમ્બરના રોજ યોજાયા હતા. એક બાજુ સમિટે બન્ને દેશોના નાના અને મોટા ઉદ્યોગોને બિઝનેસ લીડર્સ, વિદ્વાનો, બિઝનેસ પ્રોફેશનલ્સ અને રાજકારણીઓ સાથે સંવાદ કરવાની તક આપી હતી તો બીજી બાજુ WBR સમારોહમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણી લોકોને શ્રેષ્ઠતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
બ્રિટિશ પાર્લિયામેંટના હાઉસ ઓફ કોમન્સમાં એવોર્ડ સમારંભમાં મુખ્ય અતિથિ સાંસદ વીરેન્દ્ર શર્માએ કહ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે. આ પુરસ્કારો વધુ પ્રતિભાઓને પ્રેરણા આપશે. મને ગર્વ છે કે આયોજકો માત્ર લોકોને પ્રેરણા આપતા નથી પરંતુ ભારત સાથેના સંબંધોને પણ મજબૂત કરી રહ્યા છે. ડાયસ્પોરા એ બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ છે.
આયોજક ડૉ. દિવાકર સુકુલે મહેમાનનું સ્વાગત કર્યું- રમેશ અરોરા, પ્રખ્યાત હોટેલિયર; ડૉ. લિન્ડા સ્પેડિંગ, આંતરરાષ્ટ્રીય વકીલ અને સલાહકાર; સંદીપ મારવાહ, નોઈડા ફિલ્મ સિટીના સ્થાપક; ડૉ.અજય દેસાઈ, વીપી ઈન્ડિયા WBR અને રાહુલ શાહ, ચેરમેન ગજલી ગ્રુપ ઈન્ડિયા.
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે ગજલી ગ્રૂપના ચેરમેન રાહુલભાઈ શાહનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની શોધ દ્વારા કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને વિશ્વને ડીએપી અને યુરિયાનું વિકલ્પ પ્રદાન કરવા બદલ સન્માનિત કર્યું હતું અને બુકમાં નોંધ લઈ સર્ટિફિકેટ ઓફ એક્સિલેંસ એનાયત કર્યું. બાયો-ઓર્ગેનિક ખાતર વિશેની માહિતી આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે, “બાયો-ઓર્ગેનિક ફર્ટિલાઇઝરથી હું સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માગુ છું. જો આપણે પૃથ્વી પર હરિયાળું જીવન વિકસાવવું હોય તો કેમિકલ-ફ્રી ફર્ટિલાઇઝર જ એકમાત્ર વિકલ્પ છે અને મારી પ્રોડક્ટ ડીએપી અને યુરિયાના રિપ્લેસમેન્ટનો જવાબ છે.”
રાહુલભાઈ શાહે સમજાવ્યું, “100% ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિ કૃષિના અંતિમ ઉત્પાદનના ઉન્નત ખાદ્ય મૂલ્ય સાથે વધુ ઉપજ લાવી શકે છે. રાસાયણિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ બંધ થશે તો આપણા સ્વાસ્થ્ય માટે જોખમો શૂન્ય સ્તરે આવી જશે. આમ, દરેક નાગરિકનું સારું સ્વાસ્થ્ય અને સંપૂર્ણ જીવનકાળ સુનિશ્ચિત થશે.”
બાયો ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના ફાયદા શું છે? રાહુલભાઈએ કહ્યું, “મારું ઈનોવેશન ‘ગ્રાન્ડહાર્વેસ્ટ’ 100% ઓર્ગેનિક છે, તેમાં કોઈ કેમિકલ નથી. તે માત્ર જમીનની ફળદ્રુપતા અને ઉપજમાં વધારો કરે છે, એટલું જ નહીં પણ ફળો, શાકભાજી અને અનાજનો સ્વાદ પણ વધારે છે. બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોનું સારું વળતર મળે છે. ‘ગ્રાન્ડહાર્વેસ્ટ’ લિક્વિડ ઓર્ગેનિક ખાતરનો નિયમિત ઉપયોગ છોડને એટલો સ્વસ્થ બનાવશે કે તે છોડ જાતે જ અનેક રોગોનો પ્રતિકાર કરશે.”
“બાયો ઓર્ગેનિક ખાતર જમીનની તંદુરસ્તી અને પર્યાવરણીય સલામતી જાળવી રાખીને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરે છે. ઉપરાંત, તે પ્રદૂષણને અટકાવીને પર્યાવરણનું રક્ષણ કરે છે. તેના પરિણામો ખૂબ જ આશાસ્પદ છે અને તેનો અભ્યાસ સામાન્ય ખાતરના ઉપયોગથી વિપરીત પાકની ઉપજમાં 30% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ‘ગ્રાન્ડહાર્વેસ્ટ’ એક્ટિવેટરે ડિસ્ટિલરીના વેસ્ટને પણ ઓર્ગેનિક ખાતરમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કર્યું છે, આ રીતે રૂપાંતરિત ખાતર વધુ સસ્તું, પર્યાવરણને અનુકૂળ અને ખેડૂતોના હિતમાં છે.”
વૈશ્વિક સ્તરે તમારું બાયો-ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કેટલું વિશ્વસનીય છે? પ્રશ્નના જવાબમાં રાહુલભાઈએ જણાવ્યું હતું કે, “ભારતના કેટલાક રાજ્યો અને કેટલાક દેશોમાં આના ટ્રાયલ લેવામાં આવ્યા હતા. અમારી પાસે બધા જ રિપોર્ટ્સ છે. યુનાઇટેડ કિંગડમમાં સફળ અજમાયશ પછી, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે અમારા નવીન કાર્યની પ્રશંસા કરી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં અમારા નામાંકનની ભલામણ કરીને અમને સન્માનિત કર્યા.
ગ્રાન્ડહાર્વેસ્ટ બાયો-ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ પહેલેથી જ ઉપયોગમાં છે. નવીનતમ તકનીકી પ્રગતિનો ઉપયોગ કરીને અમે શ્રેષ્ઠ ખાતરો અને ખેતી જંતુનાશકોનું ઉત્પાદન કરીએ છીએ. અમારા ઉત્પાદનોની શેલ્ફ લાઇફ અન્ય કોઈપણ કરતાં વધુ લાંબી છે, જે અમારી મુખ્ય યુએસપી છે.”