અગ્નિશમન દળનું બચાવકાર્ય જારી
મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલાં બહુમાળી મકાનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં ત્યાંના રહેવાસીઓ બારી તોડી બહારના છજજા પર આવી ગયા હતા. રેલ વ્યુ નામના ટાવરમાં આગ લાગ્યાની જાણકારી મળતાં ફાયર બ્રિગેડના ચાર બંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. આગ લાગવાનું કોઈ સ્પષ્ટ કારણ હજુ જાણવા મળ્યું નથી.


ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત બચાવકાર્ય શરૂ કર્યું હતું. જોકે બિલ્ડિંગમાં કેટલા લોકો ફસાયેલા છે એની જાણકારી મળી શકી નથી. અમુક લોકો બારી પર બેઠેલા જોવા મળી રહ્યા છે.






