બ્લાસ્ટ પહેલા CCTV કેમેરામાં સ્પ્રે માર્યો, છતાં આરોપી CCTVમાં કેદ થયો
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાગાથાણે વિસ્તારમાં એટીએમ ચોરી માટે આરોપીઓએ પહેલા એટીએમ લગાવેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે કરીને તેની વિઝિબિલિટી બ્લોક કરી દીધા બાદ એટીએમને બ્લાસ્ટ કરવા માટે જિલેટીન સ્ટિકનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ લુટારુ એટીએમમાં રહેલી રોકડ લઈને ફરાર થઈ ગયો હતો.
આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જ્યારે તે કેમેરા પર સ્પ્રે કરે છે, સ્પ્રે થોડા સમય માટે કેમેરાની વિઝિબિલિટી બંધ કરી દે છે.
મધરાતે બનેલી આ ઘટના બાદ પોલીસ ટીમ જ્યારે તપાસ માટે પહોંચી તો જાણવા મળ્યું કે બ્લાસ્ટ માટે જિલેટીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મામલામાં બોરગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે એટીએમમાં કેટલા પૈસા હતા. એની જાણકારી મેળવવા માટે બેંક ઑફ મહારાષ્ટ્રના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.
બે મહિના પહેલા સતારા જિલ્લાના કરાડ તાલુકામાં ATMમાં જિલેટીન બ્લાસ્ટ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. સતારા ખાતે બે મહિનામાં એટીએમ લુંટવાની આ બીજી ઘટના છે.
બોરગાંવ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.
એટીએમ લૂંટવા આવનાર આરોપીએ માસ્ક પણ પહેર્યો હોવાથી તેની ઓળખ થઈ શકી નહોતી.
સતારામાં સતત બે મહિનામાં આવી જ મોડ્સ ઓપરેન્ડીની બીજી ઘટના બનતા એટીએમ લૂંટારો પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે.