ડાંગી સંસ્કૃતિની ઝાંખી વિવિધ નૃત્યો દ્વારા રજૂ કરાશે
સાપુતારા ખાતે રવિવારે દબદબાભેર મેઘ મલ્હાર પર્વ : ૨૦૨૨ ( મોન્સુન ફેસ્ટિવલ)નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ફ્લેગ ઓફ આપીને કલા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
ડાંગી સંસ્કૃતિ સહિત અનેક આકર્ષણો આ “કલા યાત્રા”માં સામેલ થયા હતા.




આ કલા યાત્રા ઉપરાંત ખાસ મલ્ટી મીડિયા શો, દર શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસોએ સાંજે ૭ થી ૯ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ખાસ બનાવવામાં આવેલા વિશાળ પારદર્શક વાતાનુકૂલિત ડોમ ખાતે કરવામાં આવ્યું છે.
તો સાપુતારાના જાણીતા સ્થળોએ રોજ સાંજે ૪ થી ૭ દરમિયાન ડાંગી સંસ્કૃતિની ઝાંખી વિવિધ નૃત્યો દ્વારા રજૂ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનની જવાબદારી ટીમ Tihai-the music peopleએ સંભાળી હતી.
ગુજરાત કી આંખો કા તારા હે સાપુતારા…
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં…






