• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો

by P C KAPADIA
May 23, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટન, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 8538 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 5429 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 45 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 151,089 સોદાઓમાં કુલ રૂ.14,012.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 8538.18 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5429.25 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 69,656 સોદાઓમાં કુલ રૂ.3,785.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,897ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,147 અને નીચામાં રૂ.50,897ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.223 વધી રૂ.51,052ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.185 વધી રૂ.40,817 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.5,090ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,854ના ભાવે ખૂલી, રૂ.231 વધી રૂ.51,073ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,228 અને નીચામાં રૂ.61,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 724 વધી રૂ.62,131ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 681 વધી રૂ.62,399 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.682 વધી રૂ.62,410 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 26,774 સોદાઓમાં કુલ રૂ.2,629.09 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,623ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,689 અને નીચામાં રૂ.8,577ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 વધી રૂ.8,647 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.70 ઘટી રૂ.617.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,072 સોદાઓમાં રૂ.111.67 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.47,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,450 અને નીચામાં રૂ.47,750ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.48,280ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,800ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.17800 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14 ઘટી રૂ.1083.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,689.16 કરોડનાં 3,307.522 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,096.72 કરોડનાં 337.423 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,258.41 કરોડનાં 1,458,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,371 કરોડનાં 21816250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.92.88 કરોડનાં 19350 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.18.77 કરોડનાં 169.56 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.02 કરોડનાં 1 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,900.960 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 726.033 ટન, ક્રૂડ તેલમાં 826100 બેરલ અને નેચરલ ગેસમાં 8466250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 97250 ગાંસડી, મેન્થા તેલમાં 567 ટન, રબરમાં 6 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.45.12 કરોડનાં 621 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,474ના સ્તરે ખૂલી, 94 પોઈન્ટ વધી 14,539ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.5,429.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,142.12 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.27 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,433.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,780.13 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 113.60 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.45 ખૂલી, ઊપરમાં રૂ.50 અને નીચામાં રૂ.30 રહી, અંતે રૂ.1.50 વધી રૂ.40 થયો હતો. જ્યારે સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.265 અને નીચામાં રૂ.155 રહી, અંતે રૂ.88 વધી રૂ.239.50 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.322 ખૂલી, ઊપરમાં રૂ.347.40 અને નીચામાં રૂ.303.50 રહી, અંતે રૂ.10.30 વધી રૂ.333.70 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.25 ખૂલી, ઊપરમાં રૂ.5.25 અને નીચામાં રૂ.0.55 રહી, અંતે રૂ.8.50 ઘટી રૂ.0.75 થયો હતો. ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.239.50 ખૂલી, ઊપરમાં રૂ.265 અને નીચામાં રૂ.220.50 રહી, અંતે રૂ.38 વધી રૂ.246.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.210 ખૂલી, ઊપરમાં રૂ.225 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.214 ઘટી રૂ.177 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ જૂન રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.422 ખૂલી, ઊપરમાં રૂ.438 અને નીચામાં રૂ.388.70 રહી, અંતે રૂ.27.30 ઘટી રૂ.405.80 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.238 અને નીચામાં રૂ.121 રહી, અંતે રૂ.141.50 ઘટી રૂ.169 થયો હતો. નેચરલ ગેસ મે રૂ.620ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15 ખૂલી, ઊપરમાં રૂ.15 અને નીચામાં રૂ.2 રહી, અંતે રૂ.0.90 ઘટી રૂ.10.05 થયો હતો. ચાંદી જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3,680.50 ખૂલી, ઊપરમાં રૂ.3,688.50 અને નીચામાં રૂ.3,680.50 રહી, અંતે રૂ.227.50 ઘટી રૂ.3,684.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું

આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com