• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલમાં 21,83,500 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં મામૂલી સુધારો

by P C KAPADIA
April 28, 2022
in Corporate
0
સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.900નો ઘટાડો
Share on FacebookShare on Twitter

સોનાના વાયદાના ભાવમાં રૂ.23 અને ચાંદીમાં રૂ.731નો ઘટાડોઃ કપાસ, કોટન, રબર અને મેન્થા તેલમાં સાર્વત્રિક વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં 108 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,75,575 સોદાઓમાં કુલ રૂ.14,902.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 108 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 81,992 સોદાઓમાં કુલ રૂ.5,356.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,089ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,230 અને નીચામાં રૂ.50,828ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23 ઘટી રૂ.51,176ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.551 ઘટી રૂ.41,133 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.37 ઘટી રૂ.5,100ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,224ના ભાવે ખૂલી, રૂ.86 ઘટી રૂ.51,271ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,966ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,307 અને નીચામાં રૂ.63,620ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 731 ઘટી રૂ.63,949ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 570 ઘટી રૂ.64,277 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.596 ઘટી રૂ.64,248 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,932 સોદાઓમાં રૂ.1,291.53 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.256.55 અને જસત એપ્રિલ વાયદો રૂ.1.30 ઘટી રૂ.359ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.6.90 ઘટી રૂ.782 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.56.1 વધી રૂ.2,609.10 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,053 સોદાઓમાં કુલ રૂ.3,657.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,733ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,899 અને નીચામાં રૂ.7,693ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.6 વધી રૂ.7,793 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.40 ઘટી રૂ.560.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,372 સોદાઓમાં રૂ.155.57 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.2,298 બોલાઈ રહ્યો હતો. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.45,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.45,240 અને નીચામાં રૂ.44,800ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.400 વધી રૂ.45,030ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,800ના ભાવે ખૂલી, રૂ.569 વધી રૂ.17174 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.19.40 વધી રૂ.1086.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,294 સોદાઓમાં રૂ.2,665.49 કરોડનાં 5,218.864 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 64,698 સોદાઓમાં કુલ રૂ.2,691.23 કરોડનાં 416.599 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,342 સોદાઓમાં રૂ.1,701.17 કરોડનાં 21,83,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,711 સોદાઓમાં રૂ.1,956 કરોડનાં 34878750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,094 સોદાઓમાં રૂ.142.93 કરોડનાં 31650 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 266 સોદાઓમાં રૂ.12.23 કરોડનાં 113.04 ટન, રબરના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.09 કરોડનાં 5 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,560.953 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 614.147 ટન, ક્રૂડ તેલમાં 542000 બેરલ અને નેચરલ ગેસમાં 9315000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 112175 ગાંસડી, મેન્થા તેલમાં 478.8 ટન, રબરમાં 3 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 613 સોદાઓમાં રૂ.46.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 613 સોદાઓમાં રૂ.46.43 કરોડનાં 631 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,013 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,712ના સ્તરે ખૂલી, 108 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ ઘટી 14,734ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 42613 સોદાઓમાં રૂ.4,394.90 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.471.93 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33.37 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,231.72 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.656.86 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 153.79 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.458 ખૂલી, ઊપરમાં રૂ.505 અને નીચામાં રૂ.390 રહી, અંતે રૂ.16 વધી રૂ.495.50 થયો હતો. જ્યારે ચાંદી-મિની જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.780 ખૂલી, ઊપરમાં રૂ.780 અને નીચામાં રૂ.652 રહી, અંતે રૂ.72.50 ઘટી રૂ.733 થયો હતો. ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.280 ખૂલી, ઊપરમાં રૂ.360.50 અને નીચામાં રૂ.275 રહી, અંતે રૂ.3.90 ઘટી રૂ.315.80 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.640 ખૂલી, ઊપરમાં રૂ.800 અને નીચામાં રૂ.511 રહી, અંતે રૂ.66.50 વધી રૂ.604.50 થયો હતો. જ્યારે ચાંદી-મિની જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,809.50 ખૂલી, ઊપરમાં રૂ.2,251 અને નીચામાં રૂ.1,809.50 રહી, અંતે રૂ.226 વધી રૂ.2,032.50 થયો હતો. ક્રૂડ તેલ મે રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.304.80 ખૂલી, ઊપરમાં રૂ.305 અને નીચામાં રૂ.229.30 રહી, અંતે રૂ.4.10 ઘટી રૂ.263.70 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કોટનના વાયદામાં 1,23,525 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2,00,400 ગાંસડીના સ્તરે

કોટનમાં 41,500 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,11,650 ગાંસડીના સ્તરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com