પંજાબની અટારી બોર્ડર બાદ હવે ગુજરાતની ધરતી પર બોર્ડર ટુરિઝમ અંતર્ગત તૈયાર થઇ ચુક્યું છે..
ભારત – પાકિસ્તાનની સરહદ પર , ગુજરાતના બનાસકાંઠાના રાધનપુર પાસેનું નડા બેટ..
અહીં ભારત – પાકિસ્તાન સીમા દર્શન માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અદભુત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સુંદર પાર્કિંગ, બ્રાન્ડેડ ફુડ કોર્ટ, એડવેન્ચર ઝોન, ઓડિટોરિયમ, અદભુત પ્રદર્શન અને ખાસ વાતાનુકુલિત કોચ દ્વારા સીમા દર્શનનો લાભ હવે પ્રવાસીઓ લઇ શકશે.

અટારી બોર્ડર પર યોજાતી પરેડની જેમ જ અહીં ખાસ તૈયાર કરવામાં આવેલા સ્ટેડીયમમાં દરરોજ સાંજે આપણા જવાનો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તમ સગવડો સાથે તૈયાર કરવામાં આવેલા આ પ્રવાસ મથકને આગામી ૧૦ એપ્રિલે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ તથા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લું મુકાવા જઇ રહ્યું છે.
ખૂબ રોમાંચક રીતે ભારત – પાકિસ્તાનની સીમા દર્શનનો લાભ પ્રવાસીઓ લઇ શકશે.
વધુ જાણકારી ગુજરાત પ્રવાસન નિગમની અધિકૃત વેબસાઇટ www.gujarattourism.com પરથી આપ મેળવી શકો છો..