કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.23,539 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવરઃ ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.21,702 કરોડ અને નેચરલ ગેસના ઓપ્શન્સમાં રૂ.726 કરોડનાં ઉચ્ચતમ કામકાજઃ કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ રબરમાં ઘટાડો
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,74,370 સોદાઓમાં કુલ રૂ.23,404.63 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 278 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 194 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 165 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
દરમિયાન, 14 ફેબ્રુઆરીને સોમવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.23,539 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21,702 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.726 કરોડનાં ઉચ્ચતમ કામકાજ થયાં હતાં.
મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,07,331 સોદાઓમાં કુલ રૂ.6,148.90 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,151ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,325 અને નીચામાં રૂ.49,411ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.468 ઘટી રૂ.49,448ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.282 ઘટી રૂ.39,445 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.4,903ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,950ના ભાવે ખૂલી, રૂ.443 ઘટી રૂ.49,384ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,462ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,600 અને નીચામાં રૂ.62,912ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1242 ઘટી રૂ.62,991ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1177 ઘટી રૂ.63,212 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,176 ઘટી રૂ.63,224 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 45,603 સોદાઓમાં કુલ રૂ.3,679.26 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,153ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,190 અને નીચામાં રૂ.6,951ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.133 ઘટી રૂ.6,975 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.10 વધી રૂ.328.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,149 સોદાઓમાં રૂ.132.70 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,310 અને નીચામાં રૂ.37,840ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.210 વધી રૂ.38,110ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,208ના ભાવે ખૂલી, રૂ.61 ઘટી રૂ.16231 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 વધી રૂ.961.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 24,621 સોદાઓમાં રૂ.3,127.71 કરોડનાં 6,272.825 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 82,710 સોદાઓમાં કુલ રૂ.3,021.19 કરોડનાં 472.504 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 21,220 સોદાઓમાં રૂ.2,220.94 કરોડનાં 31,66,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 24,383 સોદાઓમાં રૂ.1,458 કરોડનાં 44751250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 989 સોદાઓમાં રૂ.126.61 કરોડનાં 33150 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 153 સોદાઓમાં રૂ.5.98 કરોડનાં 61.92 ટન, રબરના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 7 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,211.916 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 492.488 ટન, ક્રૂડ તેલમાં 1194000 બેરલ અને નેચરલ ગેસમાં 9095000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 204200 ગાંસડી, મેન્થા તેલમાં 394.56 ટન, રબરમાં 67 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2790 સોદાઓમાં રૂ.250.44 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,264 સોદાઓમાં રૂ.100.82 કરોડનાં 1,382 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,273 સોદાઓમાં રૂ.127.43 કરોડનાં 1,367 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 253 સોદાઓમાં રૂ.22.19 કરોડનાં 256 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 797 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,157 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 170 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,923ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,000 અને નીચામાં 6,835ના સ્તરને સ્પર્શી, 165 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 22 પોઈન્ટ ઘટી 6,849ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,650ના સ્તરે ખૂલી, 278 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 162 પોઈન્ટ ઘટી 14,447ના સ્તરે અને મેટલડેક્સફેબ્રુઆરી વાયદો 18,708ના સ્તરે ખૂલી, 194 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 50 પોઈન્ટ ઘટી 18666ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 101736 સોદાઓમાં રૂ.10,023.99 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.518.66 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.233.48 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,796.20 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.474.78 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 137.40 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.7,100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.123 ખૂલી, ઊપરમાં રૂ.155.80 અને નીચામાં રૂ.67.40 રહી, અંતે રૂ.40.30 ઘટી રૂ.77.80 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.780.50 ખૂલી, ઊપરમાં રૂ.947 અને નીચામાં રૂ.480 રહી, અંતે રૂ.157.50 ઘટી રૂ.508 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.10 ખૂલી, ઊપરમાં રૂ.23.35 અને નીચામાં રૂ.11.10 રહી, અંતે રૂ.9.10 વધી રૂ.19.75 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.50.20 ખૂલી, ઊપરમાં રૂ.148.90 અને નીચામાં રૂ.42 રહી, અંતે રૂ.66.70 વધી રૂ.133.70 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.150 ખૂલી, ઊપરમાં રૂ.235 અને નીચામાં રૂ.135 રહી, અંતે રૂ.41 વધી રૂ.223 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.30 ખૂલી, ઊપરમાં રૂ.16.05 અને નીચામાં રૂ.9.10 રહી, અંતે રૂ.4.15 ઘટી રૂ.12.25 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી






