• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, October 18, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલમાં 14,85,200 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ

by P C KAPADIA
September 23, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડોઃ કોટન, મેન્થા તેલ, સીપીઓમાં સુધારોઃ રબર ઢીલુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 104 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 142 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,50,020 સોદાઓમાં કુલ રૂ.12,314.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.184 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.469 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં 14,85,200 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. નેચરલ ગેસ પણ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, મેન્થા તેલ અને સીપીઓમાં સાર્વત્રિક સુધારા સામે રબરનો વાયદો ઢીલો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 104 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 142 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીના વાયદાઓમાં 81,016 સોદાઓમાં કુલ રૂ.4,350.05 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,439ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,534 અને નીચામાં રૂ.46,191 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.184 ઘટી રૂ.46,488ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.218 ઘટી રૂ.37,336 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.4,635ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,521ના ભાવે ખૂલી, રૂ.182 ઘટી રૂ.46,500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,616 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,020 અને નીચામાં રૂ.60,350 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.469 ઘટી રૂ.60,711 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.444 ઘટી રૂ.60,965 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.436 ઘટી રૂ.60,964 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 17,469 સોદાઓમાં રૂ.3,123.70 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.25 વધી રૂ.233.70 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.259ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.85 ઘટી રૂ.709.85 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.8 ઘટી રૂ.1,456.40 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 24,776 સોદાઓમાં કુલ રૂ.1,789.45 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,359 અને નીચામાં રૂ.5,291 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 ઘટી રૂ.5,300 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2 ઘટી રૂ.354.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 2,126 સોદાઓમાં રૂ.230.88 કરોડનાં કામકાજ થયા હતા. રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,020 અને નીચામાં રૂ.16,750 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.404 ઘટી રૂ.16,836ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,123ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1129.50 અને નીચામાં રૂ.1122.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.30 વધી રૂ.1127.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.10 વધી રૂ.922.20 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.270 વધી રૂ.25,690 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ ખાતે 26,173 સોદાઓમાં રૂ.2,540.26 કરોડનાં 5,474.951 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 54,843 સોદાઓમાં કુલ રૂ.1,809.79 કરોડનાં 297.584 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.405.40 કરોડનાં 17,405 ટન, જસતના વાયદાઓમાં રૂ.244.55 કરોડનાં 9,600 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,618.08 કરોડનાં 22,7300 ટન, નિકલના વાયદાઓમાં રૂ.769.69 કરોડનાં 5,3010 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.85.98 કરોડનાં 4,660 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,441 સોદાઓમાં રૂ.791.34 કરોડનાં 14,85,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,335 સોદાઓમાં રૂ.998.11 કરોડનાં 2,80,32,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 275 સોદાઓમાં રૂ.20.24 કરોડનાં 7900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 684 સોદાઓમાં રૂ.26.49 કરોડનાં 284.4 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.56 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,137 સોદાઓમાં રૂ.183.59 કરોડનાં 16,450 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,214.558 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 655.821 ટન, એલ્યુમિનિયમમાં 20,300 ટન, જસત વાયદામાં 9,275 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,487.500 ટન, નિકલ વાયદામાં 2,5440 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,340 ટન, ક્રૂડ તેલમાં 5,69,500 બેરલ અને નેચરલ ગેસમાં 1,27,53,750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 57000 ગાંસડી, મેન્થા તેલમાં 515.52 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 83,890 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ ખાતે 2,543 સોદાઓમાં રૂ.218.94 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,702 સોદાઓમાં રૂ.145.03 કરોડનાં 2,099 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 841 સોદાઓમાં રૂ.73.91 કરોડનાં 921 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,280 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 916 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,864ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,864 અને નીચામાં 13,760ના સ્તરને સ્પર્શી, 104 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 68 પોઈન્ટ ઘટી 13,841ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,012ના સ્તરે ખૂલી, 142 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ વધી 16,049ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 22,090 સોદાઓમાં રૂ.2,601.63 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,080.23 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.72.53 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,448.33 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસનું આ રીતે, સજોડે,
જતું રહેવું ખૂબ જ વસમુ છે….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • રાજપરાના શ્રી ખોડિયાર માતાજીના ધામમાં નવચંડી યજ્ઞ અને નવરાત્રિ મહોત્સવ
    by P C KAPADIA
    October 16, 2026
  • પ્રિયંકા પારેખઃ કોમનવેલ્થમાં ગોલ્ડન ગર્જના, ભારતનું ગૌરવ વધાર્યું!
    by P C KAPADIA
    October 11, 2026
  • બોરીવલીમાં આંગણવાડી સેવિકાઓ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ
    by P C KAPADIA
    October 6, 2026
  • બોરિવલી પૂર્વની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બની રહી છે નક્કર યોજના!
    by P C KAPADIA
    October 3, 2026
  • યુવા શક્તિને સંગઠનની નવી દિશા : નિલેશ સોનીનું ભવ્ય સ્વાગત
    by P C KAPADIA
    October 2, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Education
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com