• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, October 18, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

by P C KAPADIA
September 22, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

બુલડેક્સ ફ્યુચર્સમાં 62 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 152 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટન, મેન્થા તેલ, રબર, સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,34,702 સોદાઓમાં કુલ રૂ.11,385.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 62 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 152 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 54,585 સોદાઓમાં કુલ રૂ.2,905.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,651ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,762 અને નીચામાં રૂ.46,556 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 ઘટી રૂ.46,625ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.37,597 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.4,652ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,890 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,120 અને નીચામાં રૂ.60,739 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.420 વધી રૂ.60,859 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.423 વધી રૂ.61,104 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.423 વધી રૂ.61,088 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 19,756 સોદાઓમાં રૂ.3,511.25 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.35 વધી રૂ.230.90 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.85 વધી રૂ.258ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.60 વધી રૂ.708.55 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.9 વધી રૂ.1,452.90 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 31,251 સોદાઓમાં કુલ રૂ.2,275.95 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,221ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,320 અને નીચામાં રૂ.5,221 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.90 વધી રૂ.5,298 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.10 વધી રૂ.356.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 1,955 સોદાઓમાં રૂ.197.06 કરોડનાં કામકાજ થયા હતા. રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,300 અને નીચામાં રૂ.17,170 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.131 વધી રૂ.17,240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1128.80 અને નીચામાં રૂ.1118.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.20 વધી રૂ.1124.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.10 વધી રૂ.919.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.70 વધી રૂ.25,420 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,334 સોદાઓમાં રૂ.1,497.87 કરોડનાં 3,208.143 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 40,251 સોદાઓમાં કુલ રૂ.1,407.86 કરોડનાં 230.726 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.527.80 કરોડનાં 22,865 ટન, જસતના વાયદાઓમાં રૂ.455.92 કરોડનાં 17,745 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,387.80 કરોડનાં 19,587.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,072.86 કરોડનાં 7,384.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.66.87 કરોડનાં 3,605 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,425 સોદાઓમાં રૂ.811.04 કરોડનાં 15,32,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,826 સોદાઓમાં રૂ.1,464.91 કરોડનાં 4,07,77,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 120 સોદાઓમાં રૂ.9.77 કરોડનાં 3850 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 678 સોદાઓમાં રૂ.24.65 કરોડનાં 266.4 ટન, રબરના વાયદાઓમાં 42 સોદાઓમાં રૂ.0.80 કરોડનાં 47 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,115 સોદાઓમાં રૂ.161.84 કરોડનાં 14,530 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,074.412 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 672.586 ટન, એલ્યુમિનિયમમાં 22,255 ટન, જસત વાયદામાં 9,595 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,4500 ટન, નિકલ વાયદામાં 2,5470 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,415 ટન, ક્રૂડ તેલમાં 5,13,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,36,42,500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 56025 ગાંસડી, મેન્થા તેલમાં 495.72 ટન, રબરમાં 79 ટન, સીપીઓમાં 81,170 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1,545 સોદાઓમાં રૂ.130.58 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 677 સોદાઓમાં રૂ.52.26 કરોડનાં 752 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 868 સોદાઓમાં રૂ.78.32 કરોડનાં 979 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,457 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 769 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,900ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,918 અને નીચામાં 13,856ના સ્તરને સ્પર્શી, 62 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 24 પોઈન્ટ વધી 13,879ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,013ના સ્તરે ખૂલી, 152 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 187 પોઈન્ટ વધી 15,995ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 25,610 સોદાઓમાં રૂ.2,364.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.530.87 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.43.70 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,788.45 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રીવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ક્રૂડ તેલમાં 14,85,200 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • રાજપરાના શ્રી ખોડિયાર માતાજીના ધામમાં નવચંડી યજ્ઞ અને નવરાત્રિ મહોત્સવ
    by P C KAPADIA
    October 16, 2026
  • પ્રિયંકા પારેખઃ કોમનવેલ્થમાં ગોલ્ડન ગર્જના, ભારતનું ગૌરવ વધાર્યું!
    by P C KAPADIA
    October 11, 2026
  • બોરીવલીમાં આંગણવાડી સેવિકાઓ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ
    by P C KAPADIA
    October 6, 2026
  • બોરિવલી પૂર્વની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બની રહી છે નક્કર યોજના!
    by P C KAPADIA
    October 3, 2026
  • યુવા શક્તિને સંગઠનની નવી દિશા : નિલેશ સોનીનું ભવ્ય સ્વાગત
    by P C KAPADIA
    October 2, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Education
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com