• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home LifeStyle

બીબ્લન્ટ સલોન સિક્રેટ હેર કલરે જેનિફર વિંગેટ સાથે એનો સંપૂર્ણપણે નવો ફેશન શેડ ચેરી રેડ પ્રસ્તુત કર્યો

by P C KAPADIA
August 13, 2021
in LifeStyle
0
બીબ્લન્ટ સલોન સિક્રેટ હેર કલરે જેનિફર વિંગેટ સાથે એનો સંપૂર્ણપણે નવો ફેશન શેડ ચેરી રેડ પ્રસ્તુત કર્યો
Share on FacebookShare on Twitter

મુંબઈ,  ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ હાઉસમાંથી ભારતની પ્રીમિયમ હેર કેર અને સ્ટાઇલિંગ બ્રાન્ડ બીબ્લન્ટએ સંપૂર્ણપણે નવા, બોલ્ડ, ફેશન શેડ, ચેરી રેડની બ્રાન્ડ એમ્બેસેડર જેનિફર વિંગેટને બનાવી છે – જે તેના હોમ ક્રીમ હેર કલર રેન્જ સલોન સિક્રેટનું એક્ષ્ટેન્શન છે.

દેશવ્યાપી લોકડાઉન દૂર થયા પછી આ જોડાણનો ઉદ્દેશ દરેકને તેમના વાળ મારફતે તેમના વ્યક્તિત્વને રજૂઆત કરવા પ્રોત્સાહન આપવાનો છે, જેથી એકવિધતા તૂટ અને નવા તાજા લૂક સાથે વ્યક્તિ બહાર આવે. આ લોંચ પ્રસંગે બ્રાન્ડે જેનિફરના નવા સાહસિક પરિવર્તનને ચમકાવતી નવી ડિજિટલ ફિલ્મ “ધ વ્હાય એન્ડ હાઉ” પ્રસ્તુત કરી હતી. આ વીડિયોમાં નવા ફેશન શેડ ચેરી રેડને એના ફાયદા અને એના ઉપયોગની સુવિધા સાથે દર્શાવવામાં આવ્યો હતો, જેનો આશય લોંચ સાથે જાગૃતિ લાવવાનો છે.

જેનિફર વિંગેટ સૌથી વધુ વિવિધતા ધરાવતી અને પ્રાયોગિક ભૂમિકાઓ કરતી અભિનેત્રીઓ પૈકીની એક છે, જે એને બીબ્લન્ટ માટે આદર્શ બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. જેનિફર વ્યક્તિગત પસંદગીની આઝાદી  અને અદ્યતન સ્ટાઇલનો પર્યાય છે. નવો સલોન સિક્રેટ ચેરી રેડ ફેશન શેડ લાંબા અને કંટાળાજનક લોકડાઉન પછી સશક્તિકરણ, આત્મવિશ્વાસ અને સાહસિકતા સાથે પુનરાગમન સાથે સંબંધિત છે અને જેનિફર વિંગેટ રેડ સાથે સ્વાભાવિક હોય એવું જણાય છે.

વર્ષ 2014માં સૌપ્રથમ લોંચ થયા પછી અત્યાર સુધી બીબ્લન્ટે હેક કેર અને સ્ટાઇલિંગ ઉત્પાદનોમાં વિવિધ નવીનતા લાવીને એના ગ્રાહકોને બોટલમાં વિવિધ સ્ટાઇલિસ્ટ ઓફર કરીને નવા માપદંડ સ્થાપિત કર્યા છે. સતત ઝડપથી આગળ વધતી જીવનશૈલી અને લોકડાઉનમાં સલોન કે સ્ટાઇલિસ્ટની સુલભતા ન હોવાથી બીબ્લન્ટ સલોન સિક્રેટ હાઇ શાઇન ક્રીમ હેર કલરના લોંચથી સલોન જેવું ફિનિશિંગ ઘરે હેર કલરના યુઝર્સ માટે આપ્યું છે.

બીબ્લન્ટમાં નિષ્ણાતોએ રેન્જ વિકસાવી છે તથા ભારતીય ત્વચાના ટોન, હેર ટેક્સ્ચર્સ અને હવામાનને ધ્યાનમાં રાખીને એને બનાવવામાં આવી હતી. એની ખાસિયત છે – પ્રથમ પ્રકારની, 3-પાર્ટ ફોર્મ્યુલા (જે રેગ્યુલર 2-પાર્ટ ફોર્મ્યુલાથી વિપરીત છે), જે કલરન્ટ, ડેવલપર અને બીબ્લન્ટ સલોન સિક્રેટ ઘટક – સિલ્ક પ્રોટિનથી સમૃદ્ધ શાઇન-ટોનિક ધરાવે છે. આ પરિવર્તનકારક ઘટક ક્રીમી કલરન્ટમાં ઉમેરવામાં આવે છે અને ડેવલપરને ભેજ મળે છે તથા છેવટે સલોન-જેવી ચમક મળે છે અને કલરની રોનક વધે છે – જેનાથી તમે રેગ્યુલર હોમ હેર કલરમાં લાંબા સમયથી વંચિત હતા. વળી એમાં એમોનિયા નથી! ચેરી રેડ ફેશન શેડ સફરજન, કિવી અને સ્ટ્રોબેરી જેવા ફળના રસ સાથે સમૃદ્ધ છે, જે તમારા વાળનું રક્ષણ કરે છે અને એમાંથી સતત તાજી સુગંધ આવે છે.

આ જોડાણ પર અભિનેત્રી જેનિફર વિંગેટે કહ્યું હતું કે, “જ્યારે તમે બીબ્લન્ટનો વિચાર કરો છો, ત્યારે તમે સ્ટાઇલ સેટ કરવાનો ટ્રેન્ડ, સલોન ફ્લોર્સ પર ભારતીય વાળ સાથે 25 વર્ષથી વધારે સમયથી કામ કરવાનો વારસો, ફિલ્મ સેટ, નિષ્ણાતોની સંપૂર્ણ રેન્જનો વિચાર કરો છો. બીબ્લન્ટ પરિવારનો ભાગ બનીને કોઈ પણ વ્યક્તિને રોમાંચ કેમ ન થાય!? એના સંપૂર્ણપણે નવી ફેશન શેડ ચેરી રેડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હું સાતમા આસમાનમાં છું! આ કલર ટ્રાન્સફોર્મેશન કંટાળો દૂર કરવાની મારી રીત છે, જે લોકડાઉન સાથે આવ્યો હતો અને હું માની શકતી નથી કે મેં મારી જાતે આ તમામ કર્યું હતું. આ ખરેખર ગર્વ થઈ શકે એવી સફળતા છે. મને મારા વાળને કલર કરવાનું ગમે છે, પણ હંમેશા એને નુકસાન થવાનો ડર લાગે છે, પણ તમારી સાથે નિષ્ણાતો હોય ત્યારે નુકસાનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું આ વાઇબ્રન્ટ કલરને પસંદ કરું છું અને મારા વાળ ચમકી ઊઠશે એની મને ખાતરી છે. હું દરેકને તેમના વાળ – ગો બોલ્ડ, ગો ચેરી સાથે વ્યક્ત કરવા પ્રેરિત કરું છું!”

બીબ્લન્ટના બિઝનેસ હેડ થોમસ ડાવેસે કહ્યું હતું કે, “ઉપભોક્તાઓ હેર પ્રોડક્ટ્સ પાસેથી વધારે અપેક્ષાઓ રાખી રહ્યાં છે. તેઓ વિજ્ઞાનની સાથે પ્રાકૃતિક ઘટકોનો સમન્વય ઇચ્છે છે. તેઓ તેમના વાળના પ્રકાર, પાણી અને હવામાન પર તેમની પ્રોડક્ટ અસરકારક રહેશે કે નહીં એ જાણવા ઇચ્છે છે. તેમણે જાણકારી મેળવવી પણ જોઈએ!

અમારા સલોન્સમાંથી અમે વાઇબ્રન્ટ રેડ ટોન માટે ઉપભોક્તાની વધતી માગ પસંદ કરી છે – અમારું માનવું છે કે, જેમ લોકો લોકડાઉનમાંથી બહાર આવશે, તેમ તેઓ મનોરંજન મેળવવા અને તેમની જાતને વ્યક્ત કરવા ઇચ્છશે! એટલે અમે નવો, બોલ્ડ અને વાઇબ્રન્ટ બીબ્લન્ટ સલોન સિક્રેટ ચેરી રેડ ફેશન શેડ પ્રસ્તુત કર્યો છે અને તેમાં સફરજન, કિવી અને સ્ટ્રોબેરીના ફળનો રસ છે તથા સલોન સિક્રેટ ઘટક – શાઇન ટોનિક છે.

ડીઆઇવાય હેર કલર તમને સલોન જેવું કલર ટ્રાન્સફોર્મેશન ઘરે ફક્ત 30 મિનિટમાં આપે છે! પ્રોડક્ટ તમામ ખાસિયતો ધરાવે છે – આ નિષ્ણાતે વિકસાવ્યું છે, કુદરતી ઘટકો સાથે સમૃદ્ધ છે અને હેર કલર સાયન્સમાં લેટેસ્ટ છે અને ભારતીય વાળ પર અમારા તમામ સલોનમાં એનું પરીક્ષણ થયું છે.”

આ જોડાણ પર બીબ્લન્ટના સ્થાપક અને ક્રીએટિવ ડાયરેક્ટર અધુના ભબાનીએ કહ્યું હતું કે, “ભારતીય વાળ પશ્ચિમના લોકોના વાળથી અલગ હોય છે. અમે આ પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં એક જ વાત ધ્યાનમાં રાખીએ છીએ – ભારતીય લોકોના વાળ માટે પ્રોડક્ટ તૈયાર કરી રહ્યાં છીએ. બીબ્લન્ટ સલોન સિક્રેટની રેન્જના તમામ 7 શેડ ભારતીયોની ત્વચાના ટોન, હેર ટેક્સ્ચર્સ અને આપણા હવામાનને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યાં છે. અમે અમારી પાંખો ફેલાવવા ઇચ્છતાં હતાં અને અમે દરેક ભારતીય કુટુંબમાં અમારા સલોન-ઇન-એ-બોક્ષને પહોંચાડવા ઇચ્છીએ છીએ તથા તેમને તેમના ઘરે સુવિધાજનક રીતે સલોન-જેવી ગુણવત્તા સાથે કલર ટ્રાન્સફોર્મેશનનો અનુભવ આપવા ઇચ્છીએ છીએ. અમે નવો ફેશન શેડ ચેરી રેડ પ્રસ્તુત કર્યો છે, જે પોતાના વાળની મજા માણવા ઇચ્છતા લોકો માટે પરફેક્ટ છે અને આ માટે જેનિફર વિંગેટ આદર્શ બ્રાન્ડ એમ્બેસેડર છે – જે બ્રાન્ડના આત્મવિશ્વાસ અને અભિગમનો પર્યાય છે તથા ઘણા વર્ષોથી બીબ્લન્ટ એની પરફેક્ટ ચોઇસ છે.”

આ જાહેરાત અને ડિજિટલ ફિલ્મ સાથે બીબ્લન્ટ અને જેનિફિરનો ઉદ્દેશ ઘરે સલોન જેવી ગુણવત્તા સાથે પરિવર્તન આવશે એવો સંદેશ આપવાનો છે. નવા ચેરી રેડ શેડની કિંમત રૂ. 199 છે તથા આધુનિક ટ્રેડ અને પ્રીમિયમ બ્યૂટી રિટેલ આઉટલેટ તથા ન્યાકા, એમેઝોન, ફ્લિપકાર્ટ અને પર્પલ્લ જેવા તમામ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Source: Chhapooo Team
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
મલાડ પૂર્વમાં બંધાનારા સ્કાયવૉકનો વેપારીઓ અને સ્થાનિકો દ્વારા વિરોધ

મલાડ પૂર્વમાં બંધાનારા સ્કાયવૉકનો વેપારીઓ અને સ્થાનિકો દ્વારા વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com