એરિક ફોલ્ટ, ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ, ભૂટાન, ભારત, માલ્દિવ્સ અને શ્રીલંકા તથા મોનિકા શેરગિલ, વીપી, કન્ટેન્ટ, નેટફ્લિક્સ ઇન્ડિયા
ઓનલાઇન લડ્ડુસથી લઈને થીમ્ડ બર્થડે કેક્સ કેવી રીતે બનાવવી એ માટે માઇટી લિટલ ભીમ સીરિઝની શરૂઆત વર્ષ 2019માં થયા પછી અત્યાર સુધી દુનિયાભરમાં લાખો દર્શકોમાં મનપસંદ બની ગઈ છે. ગ્રીન ગોલ્ડ એનિમેશન દ્વારા નિર્મિત આ સીરિઝ એક છોકરાની પોંગલ બનાવવાથી લઈને એના ગામમાં પતંગ ચગાવવા સુધીના સાહસ દ્વારા ભારતની સંસ્કૃતિને પ્રસ્તુત કરે છે.
નેટફ્લિક્સ અને યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) માઇટી લિટલ ભીમ દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા એકમંચ પર આવ્યાં છે. ‘વન કન્ટ્રી, ઇન્ક્રેડિબ્લ ડાઇવર્સિટી’ થીમ સાથે આગામી એક વર્ષ સુધી મનોરંજક ટૂંકા વીડિયોની સીરિઝ ભારતની સાંસ્કૃતિક સફર પર પ્રકાશ ફેંકશે, જેમાં સ્મારકો, જીવંત સાંસ્કૃતિક વારસો, વિવિધ કળા, સામાજિક રીતિરિવાજો, પરંપરાઓ તથા દશેરા, દિવાળી અને હોળી જેવા તહેવારો વિશે જાણકારી આપશે. યુનેસ્કો માનવતાનું ઉત્કૃષ્ટ મૂલ્ય સમાન ભારતીય સંસ્કૃતિની દુનિયાભરમાં ઓળખ વધારવા અને એનું જતન કરવા ઇચ્છે છે.
આ શોર્ટ વીડિયો યુનેસ્કો નવી દિલ્હીનાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર પેજીસ પર જોઈ શકાશે, જેમાં સાંસ્કૃતિક ઇતિહાસ કેવી રીતે લોકોના રોજિંદા જીવનને સમૃદ્ધ કરે છે એ દર્શાવવામાં આવશે, જેમાં ભોજન અને પરંપરાઓથી લઈને ભાષાઓ અને વાર્તાકથનને આવરી લેવામાં આવશે. આજે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા એનો પ્રથમ વીડિયો રીલિઝ થયો હતો (આઝાદી કા અમૃત મહોત્સવ), જેની ઉજવણી કરવા સમગ્ર દેશ એકતાંતણે જોડાય છે.
અમને આશા છે કે, આ શોર્ટ વીડિયો દુનિયાભરમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા વિશે જિજ્ઞાસા વધારશે તથા માઇટી લિટલ ભીમની જેમ દુનિયાભરના બાળકો અને માતાપિતાઓને પસંદ પડશે.