ડેઈલી માર્કેટ રિપોર્ટ
બુલડેક્સ ફ્યુચર્સમાં 49 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 130 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,09,148 સોદાઓમાં કુલ રૂ.9,651.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 49 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 130 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 44,871 સોદાઓમાં કુલ રૂ.3,217.83 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,281ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,304 અને નીચામાં રૂ.48,120 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.87 ઘટી રૂ.48,194ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.289 વધી રૂ.38,989 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.4,839ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,239ના ભાવે ખૂલી, રૂ.23 ઘટી રૂ.48,187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,100 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,200 અને નીચામાં રૂ.67,850 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.270 ઘટી રૂ.67,930 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.263 ઘટી રૂ.68,137 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.263 ઘટી રૂ.68,137 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 15,167 સોદાઓમાં રૂ.2,716.02 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.205.55 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.75 ઘટી રૂ.248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.761.35 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.17.9 ઘટી રૂ.1,504.20 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.178ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 34,810 સોદાઓમાં કુલ રૂ.2,421.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,445ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,481 અને નીચામાં રૂ.5,430 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 વધી રૂ.5,471 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.90 ઘટી રૂ.298 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,478 સોદાઓમાં રૂ.305.13 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,439ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1452 અને નીચામાં રૂ.1438 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.50 ઘટી રૂ.1,443 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,500 અને નીચામાં રૂ.17,305 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.149 વધી રૂ.17,431ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,187.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1189 અને નીચામાં રૂ.1184.80 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.80 ઘટી રૂ.1185.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.90 વધી રૂ.959.30 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.50 ઘટી રૂ.27,200 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,845 સોદાઓમાં રૂ.2,027.07 કરોડનાં 4,194.470 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,026 સોદાઓમાં કુલ રૂ.1,190.76 કરોડનાં 174.699 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.254.69 કરોડનાં 12,300 ટન, જસતના વાયદાઓમાં રૂ.407.13 કરોડનાં 16,460 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,108.15 કરોડનાં 14,667.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.854.34 કરોડનાં 5,698.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.91.71 કરોડનાં 5,175 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 6,956 સોદાઓમાં રૂ.634.93 કરોડનાં 11,63,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,854 સોદાઓમાં રૂ.1,786.12 કરોડનાં 6,01,46,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.43 કરોડનાં 60 ટન અને કોટનના વાયદાઓમાં 397 સોદાઓમાં રૂ.36.50 કરોડનાં 13325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 234 સોદાઓમાં રૂ.9.90 કરોડનાં 103.68 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.42 કરોડનાં 24 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,810 સોદાઓમાં રૂ.257.88 કરોડનાં 22,340 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,372.832 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 476.462 ટન, એલ્યુમિનિયમમાં 18,290 ટન, જસત વાયદામાં 11,025 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,447.500 ટન, નિકલ વાયદામાં 4,2000 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,465 ટન, ક્રૂડ તેલમાં 8,19,700 બેરલ અને નેચરલ ગેસમાં 2,30,21,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 149750 ગાંસડી, મેન્થા તેલમાં 438.12 ટન, રબરમાં 109 ટન, સીપીઓમાં 85,340 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,252 સોદાઓમાં રૂ.110.65 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 339 સોદાઓમાં રૂ.25.86 કરોડનાં 351 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 913 સોદાઓમાં રૂ.84.79 કરોડનાં 1,059 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,146 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,516 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,733ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,763 અને નીચામાં 14,714ના સ્તરને સ્પર્શી, 49 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ ઘટી 14,733ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 16,035ના સ્તરે ખૂલી, 130 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ ઘટી 16,045ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 10,570 સોદાઓમાં રૂ.880.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.52.45 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.40.94 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.786.97 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી






