શ્રદ્ધા, સેવા અને સમર્પણનો પાવન અવસર
ચૈત્ર પૂર્ણિમાના પવિત્ર દિવસે, ગુરુવાર તા. 02 એપ્રિલ 2026ના રોજ શિવ શનિ હનુમાન ધામ ખાતે હનુમાન જયંતીનો ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવાશે. સાંજે 5:30 વાગ્યે હનુમાનજીનો 27 ઔષધિઓ દ્વારા મહા અભિષેક અને હનુમાન ચાલીસાનો પાઠ યોજાશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે મહા આરતી અને 7:30 વાગ્યે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તજનોને આ પાવન પ્રસંગે હાજરી આપી, તન-મન-ધનથી સહભાગી બની ઉત્સવને સફળ બનાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
સ્થળ: શિવ શનિ હનુમાન ધામ, લક્ષ્મણ નિવાસ, રાવળ નગર, મીરારોડ પૂર્વ
સંપર્ક: રાકેશભાઈ રાજ્યગુરુ – 9699777781, 9892020631






