મહારાષ્ટ્રને “બ્લાઇન્ડલેસ સ્ટેટ” બનાવવા કટીબદ્ધ,
રાજ્યના સર્વોચ્ચ ટ્રસ્ટ એવોર્ડથી સન્માનિત
સમાજસેવા, સખાવત અને દ્રષ્ટિદાનના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ડૉક્ટર ભરત શાહ આજે હજારો લોકો માટે આશાનું પ્રતિક બન્યા છે. આંખોની સારવાર અનેક વિનામૂલ્યે સેવાકીય કાર્યો માટે જાણીતા ડૉ. ભરત શાહ હવે મહારાષ્ટ્રને દેશનું પ્રથમ “બ્લાઇન્ડલેસ સ્ટેટ” બનાવવાના મહત્ત્વાકાંક્ષી મિશન સાથે આગળ વધી રહ્યા છે. આ માટે તેઓ રાજ્ય સરકારને આધુનિક આયોજન સાથેનો વિશેષ પ્રસ્તાવ પાઠવી રહ્યા છે.

અત્યાધુનિક મોબાઈલ આઈ-કેર વૅન અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા ડૉ. ભરત શાહે મહારાષ્ટ્રભરમાં હજારો આઈ કેમ્પ યોજી જરૂરિયાતમંદોને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન તેમજ ચશ્માં આપ્યાં છે. તેમના નિસ્વાર્થ સેવા કાર્યને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે સ્વ. વિદ્યાગૌરી સુમનલાલ શાહ ટ્રસ્ટને “બેસ્ટ ટ્રસ્ટ”નો એવોર્ડ એનાયત કર્યો છે.

તાજેતરમાં દિલ્હીની તાજ હોટેલમાં તેમને FOGનું સર્વોચ્ચ સન્માન પણ એનાયત કરાયું હતું. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સર્વધર્મ સમભાવ સાથે સેવા આપતા ડૉ. ભરત શાહ વિવિધ સંતો-મહાત્માઓ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને માનવસેવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે.






