
ભારતીય દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવતી એક મહત્વની ક્ષણ આવી રહી છે. Indian Navy પોતાની એન્ટી-સબમરીન ક્ષમતામાં મોટો વધારો કરવા જઈ રહી છે. એન્ટી-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) પ્રોજેક્ટ અંતર્ગત બનેલું ત્રીજું યુદ્ધજહાજ ‘અંજદીપ’ 27 ફેબ્રુઆરી 2026ના રોજ ચેન્નાઈ પોર્ટ ખાતે સત્તાવાર રીતે નેવીમાં સામેલ થશે.
ભવ્ય કમિશનિંગ સમારોહ
આ ઐતિહાસિક સમારોહની અધ્યક્ષતા Admiral Dinesh K Tripathi કરશે. આ અવસર માત્ર એક નવા જહાજની એન્ટ્રી નહીં, પરંતુ ભારતની સ્વદેશી રક્ષણ ક્ષમતાની સફળતાનું જીવંત ઉદાહરણ બનશે.
આત્મનિર્ભર ભારત તરફ મજબૂત પગલું
ASW-SWC પ્રોજેક્ટ
‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરતો પ્રોજેક્ટ છે. કોલકાતા સ્થિત Garden Reach Shipbuilders & Engineers દ્વારા તૈયાર કરાયેલું ‘અંજદીપ’ સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન અને ટેકનોલોજી પર આધારિત આધુનિક યુદ્ધજહાજ છે. ખાસ કરીને તટિય અને ઊંડાણ ઓછી હોય તેવા દરિયાઈ વિસ્તારોમાં લડાઈ માટે આ જહાજ બનાવવામાં આવ્યું છે.
‘ડોલ્ફિન હન્ટર’ તરીકે ઓળખ
‘અંજદીપ’ને દુશ્મન સબમરીનો શોધી કાઢવા, તેનો પીછો કરવા અને તેને નષ્ટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અદ્યતન એન્ટી-સબમરીન હથિયારો અને સેન્સર્સથી સજ્જ આ જહાજ લાઇટવેઇટ ટોર્પેડો અને ASW રોકેટ્સથી સશસ્ત્ર છે. સાથે સાથે તે કોસ્ટલ સર્વેલન્સ, લો-ઇન્ટેન્સિટી મેરિટાઇમ ઓપરેશન્સ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન પણ સફળતાપૂર્વક કરી શકે છે.
ઝડપ અને શક્તિનો સંગમ
77 મીટર લાંબું આ યુદ્ધજહાજ વોટર-જેટ પ્રોપલ્શન સિસ્ટમ ધરાવે છે, જેના કારણે તે 25 નોટ્સની ટોચની ઝડપ હાંસલ કરી શકે છે. ઝડપથી પ્રતિસાદ આપવાની અને લાંબા સમય સુધી ઓપરેશન કરવાની ક્ષમતા તેની ખાસિયત છે.
દરિયાઈ સીમાઓ માટે રક્ષાકવચ
કારવાર નજીક આવેલા ઐતિહાસિક દ્વીપના નામ પરથી નામકરણ થયેલું ‘અંજદીપ’ તમિલનાડુ અને પુડુચેરી સહિત ભારતના તટિય વિસ્તારોની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે ભારતીય નેવીને એક મજબૂત “Builder’s Navy” તરીકે સ્થાપિત કરવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરાયું છે.






