ડેઈલી માર્કેટ રિપોર્ટ
બુલડેક્સ ફ્યુચર્સમાં 185 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 150 પોઈન્ટની મૂવમેન્ટઃ
કોટન, રબરના વાયદાના ભાવમાં સુધારોઃ કપાસ, સીપીઓ, મેન્થા તેલ ઢીલાં
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,78,789 સોદાઓમાં કુલ રૂ.15,715.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધ્યા હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.319 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.205 વધ્યો હતો. આ સામે તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન અને રબર સુધર્યા હતા, જ્યારે કપાસ, સીપીઓ અને મેન્થા તેલ ઢીલાં હતાં. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 185 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 150 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 90,262 સોદાઓમાં કુલ રૂ.6,309.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,759ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,290 અને નીચામાં રૂ.47,655 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.319 વધી રૂ.48,229ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.186 વધી રૂ.38,512 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.4,757ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,200 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,696 અને નીચામાં રૂ.68,730 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.205 વધી રૂ.69,570 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 42,899 સોદાઓમાં કુલ રૂ.3,251.60 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,388ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,403 અને નીચામાં રૂ.5,293 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.13 ઘટી રૂ.5,379 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.20 વધી રૂ.268.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,835 સોદાઓમાં રૂ.212.31 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,290.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1290.50 અને નીચામાં રૂ.1290.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.50 ઘટી રૂ.1,290.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,845ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,885 અને નીચામાં રૂ.16,760 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.43 વધી રૂ.16,847ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1020 અને નીચામાં રૂ.1006 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.50 ઘટી રૂ.1008.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.30 ઘટી રૂ.1015.50 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 વધી રૂ.25,190 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 24,439 સોદાઓમાં રૂ.3,685.92 કરોડનાં 7,684.103 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 65,823 સોદાઓમાં કુલ રૂ.2,623.62 કરોડનાં 378.561 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 16,232 સોદાઓમાં રૂ.1,659.62 કરોડનાં 31,04,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,667 સોદાઓમાં રૂ.1,591.98 કરોડનાં 5,94,92,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 293 સોદાઓમાં રૂ.31.35 કરોડનાં 12425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 192 સોદાઓમાં રૂ.8.23 કરોડનાં 81 ટન, રબરના વાયદાઓમાં 29 સોદાઓમાં રૂ.0.52 કરોડનાં 31 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,320 સોદાઓમાં રૂ.172.18 કરોડનાં 17,080 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,668.034 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 4704 ટન, ક્રૂડ તેલમાં 7,92,000 બેરલ અને નેચરલ ગેસમાં 2,23,48,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 56 ટન, કોટનમાં 174250 ગાંસડી, મેન્થા તેલમાં 332.28 ટન, રબરમાં 135 ટન, સીપીઓમાં 86,640 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,487 સોદાઓમાં રૂ.205.31 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,278 સોદાઓમાં રૂ.106.28 કરોડનાં 1,442 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,209 સોદાઓમાં રૂ.99.03 કરોડનાં 1,310 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,051 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 845 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,720ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,838 અને નીચામાં 14,653ના સ્તરને સ્પર્શી, 185 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 71 પોઈન્ટ વધી 14,824ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,198ના સ્તરે ખૂલી, 150 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 151 પોઈન્ટ ઘટી 15,080ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 21,802 સોદાઓમાં રૂ.2,329.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.587.74 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.30.51 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,711.20 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.405 ખૂલી, ઊપરમાં રૂ.670 અને નીચામાં રૂ.342 રહી, અંતે રૂ.187.50 વધી રૂ.653 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,600 ખૂલી, ઊપરમાં રૂ.1,898 અને નીચામાં રૂ.1,485 રહી, અંતે રૂ.21 વધી રૂ.1,782.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.133 ખૂલી, ઊપરમાં રૂ.140.50 અને નીચામાં રૂ.100.50 રહી, અંતે રૂ.1.40 ઘટી રૂ.131.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.217 ખૂલી, ઊપરમાં રૂ.241 અને નીચામાં રૂ.159 રહી, અંતે રૂ.28.50 ઘટી રૂ.166.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,565 ખૂલી, ઊપરમાં રૂ.2,693.50 અને નીચામાં રૂ.2,214.50 રહી, અંતે રૂ.130.50 વધી રૂ.2,445.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.103.10 ખૂલી, ઊપરમાં રૂ.148.40 અને નીચામાં રૂ.97.80 રહી, અંતે રૂ.12.60 વધી રૂ.115.80 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી






