• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયું રેકોર્ડ ટર્નઓવર

by P C KAPADIA
July 7, 2021
in Corporate
0
એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયું રેકોર્ડ ટર્નઓવર
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચઃ બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલમાં સાર્વત્રિક વૃદ્ધિઃ

કોટનમાં સેંકડા વધ્યાઃ રબરમાં નરમાઈઃ સીપીઓ, મેન્થા તેલમાં સુધારોઃ

બુલડેક્સ ફ્યુચર્સમાં 93 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 172 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,26,952 સોદાઓમાં કુલ રૂ.10,913.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ અને ક્રૂડ તેલમાં સાર્વત્રિક વૃદ્ધિ થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધી આવ્યા હતા, જ્યારે રબરમાં નરમાઈ હતી. સીપીઓ અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો.

દરમિયાન, મંગળવારે 6 જુલાઈના રોજ મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં ટ્રેડરોએ ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં વિશેષ રસ દાખવ્યો હતો અને રૂ.5,304.87 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું. જે આ પહેલાંનાં 1 જુલાઈના રોજ રૂ.3,559.97ના ઉચ્ચતમ ટર્નઓવરને વટાવી ગયું છે, જે ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં વધી રહેલી સહભાગીતા દર્શાવે છે.

બુધવારે પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 15,280 સોદાઓમાં રૂ.1,427.82 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.274.59 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10.34 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,142.89 કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં એમસીએક્સ સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.44.50 ખૂલી, ઊપરમાં રૂ.60 અને નીચામાં રૂ.44.50 રહી, અંતે રૂ.12.50 વધી રૂ.58 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,985 ખૂલી, ઊપરમાં રૂ.2,180.50 અને નીચામાં રૂ.1,908 રહી, અંતે રૂ.170 વધી રૂ.2,094 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.87 ખૂલી, ઊપરમાં રૂ.124.50 અને નીચામાં રૂ.80.50 રહી, અંતે રૂ.26 વધી રૂ.116.20 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.233 ખૂલી, ઊપરમાં રૂ.246 અને નીચામાં રૂ.193.50 રહી, અંતે રૂ.57.50 ઘટી રૂ.201 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,325 ખૂલી, ઊપરમાં રૂ.1,325 અને નીચામાં રૂ.1,201 રહી, અંતે રૂ.72.50 ઘટી રૂ.1,225.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.132 ખૂલી, ઊપરમાં રૂ.147.50 અને નીચામાં રૂ.95 રહી, અંતે રૂ.34 ઘટી રૂ.102.30 થયો હતો.  

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1,487 સોદાઓમાં રૂ.121.40 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 580 સોદાઓમાં રૂ.45.83 કરોડનાં 621 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 907 સોદાઓમાં રૂ.75.57 કરોડનાં 996 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,162 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 752 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,717ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,796 અને નીચામાં 14,703ના સ્તરને સ્પર્શી, 93 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 77 પોઈન્ટ વધી 14,789ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,120ના સ્તરે ખૂલી, 172 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 172 પોઈન્ટ વધી 15,211ના સ્તરે પહોંચ્યો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 52,122 સોદાઓમાં કુલ રૂ.3,155.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,761ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,945 અને નીચામાં રૂ.47,655 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.234 વધી રૂ.47,918ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 વધી રૂ.38,333 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.4,731ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,620 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,155 અને નીચામાં રૂ.69,466 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.577 વધી રૂ.70,089 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 37,009 સોદાઓમાં કુલ રૂ.2,640.80 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,482ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,588 અને નીચામાં રૂ.5,475 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.72 વધી રૂ.5,569 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.20 વધી રૂ.275.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,026 સોદાઓમાં રૂ.348.04 કરોડનાં કામકાજ થયા હતા. રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,625ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,900 અને નીચામાં રૂ.16,625 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.121 ઘટી રૂ.16,804ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,010.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1024 અને નીચામાં રૂ.1008.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11.70 વધી રૂ.1015 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.70 વધી રૂ.1019.80 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.170 વધી રૂ.25,290 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,939 સોદાઓમાં રૂ.1,749.43 કરોડનાં 3,656.860 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 40,183 સોદાઓમાં કુલ રૂ.1,406.26 કરોડનાં 200.957 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,695 સોદાઓમાં રૂ.1,135.67 કરોડનાં 20,50,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 25,314 સોદાઓમાં રૂ.1,505.13 કરોડનાં 5,46,20,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 523 સોદાઓમાં રૂ.56.10 કરોડનાં 22150 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 248 સોદાઓમાં રૂ.12.05 કરોડનાં 118.8 ટન, રબરના વાયદાઓમાં 45 સોદાઓમાં રૂ.0.80 કરોડનાં 48 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,210 સોદાઓમાં રૂ.279.09 કરોડનાં 27,560 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,108.708 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 428.309 ટન, ક્રૂડ તેલમાં 7,49,700 બેરલ અને નેચરલ ગેસમાં 2,39,30,000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 175550 ગાંસડી, મેન્થા તેલમાં 326.88 ટન, રબરમાં 138 ટન, સીપીઓમાં 84,710 ટનના સ્તરે રહ્યો હતો.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ ક્રૂડ તેલમાં નરમાઈ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ ક્રૂડ તેલમાં નરમાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com