સર્બિયાના બેલગ્રેડમાં આવેલા ઝૂએ દાવો કર્યો છે કે ત્યાં રહેલો અમેરિકન મગર મુજા, 1937માં જર્મનીમાં મોટો થયો છે, એ દુનિયાનો સૌથી વૃદ્ધ અમેરિકન મગર હોવાનું એના કેરટેકરે શુક્રવારે જાહેર કર્યું હતું.
મુજા માત્ર અમારા ઝૂનો જ નહીં, પૂરા બેલગ્રેડનો લેજન્ડ છે, એમ કેરટેકર અલેકઝાંડર રાકોસેવિકે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું.
અન્ય ઝૂ અને એનિમલ રાઇટ ગ્રુપ દ્વારા મળેલી જાણકારી બાદ રાકોવિક તેમની વાતને સમર્થન આપ્યું હતું.
ઝૂમાં પુરાયેલો મુજા વિશ્વનો વયોવૃદ્ધ અમેરિકન એલિગેટર (મગર) બન્યો છે. 2007માં વેટવિયાના રિગા ઝૂમાં કેબ્યુલિટિસના અવસાન બાદ મુજા વિશ્વનો સૌથી વૃદ્ધ મગર હોવાનું જાહેર કરાયું છે. કેબ્યુલિટિસ લગભગ 75 વરસ જીવ્યો હતો.
મુજા ચોક્કસપણે કેટલા વરસનો છે એની જાણ નથી પણ એની ઉમર 80 વર્ષ તો હશે જ. આમ છતાં મુજાનું ફિગર પર્ફેક્ટ છે. જોકે 2012માં એના આગળના જમણા પગને ગેંગરિન થતા કાપવો પડ્યો હતો.
મુજા આમ તો ઝૂના એના ઘરમાં સ્થિર પડ્યો રહે છે. આવનાર મુલાકાતીઓને આશ્ચર્ય થાય છે કે એ જીવે છે કે નહીં, પણ એને જયારે ભોજન આપવામાં આવે છે ત્યારે એ ચીલઝડપે આરોગી જાય છે.