સપ્તાહના અંતે મેટલડેક્સના વાયદામાં નોંધાયો 1,144 લોટ્સનો રેકોર્ડ ઓપન ઈન્ટરેસ્ટઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 879 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 840 પોઈન્ટની મૂવમેન્ટઃ ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.122નો ઉછાળોઃ કોટનનો વાયદો રૂ.440 ગબડ્યોઃ સીપીઓ, કપાસ, રબરમાં સાર્વત્રિક નરમાઈઃ મેન્થા તેલમાં સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11 થી 17 જૂનના સપ્તાહ દરમિયાન 21,05,979 સોદાઓમાં કુલ રૂ.1,57,321.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.2,240 અને ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂ.4,400નો કડાકો સપ્તાહ દરમિયાન બોલાઈ ગયો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.122નો ઉછાળો હતો. નેચરલ ગેસ પણ તેજ બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.440 ગબડ્યો હતો. સીપીઓ, કપાસ અને રબરના વાયદામાં સાર્વત્રિક નરમાઈ હતી. મેન્થા તેલ સુધરીને બંધ થયું હતું.
વિશ્વબજારની વાત કરીએ તો સપ્તાહના અંતે સોનાના ભાવ ઘટીને 1 ઔંશદીઠ 1778 ડોલર અને ચાંદીના ભાવ ઘટીને 1 ઔંશદીઠ રૂ.26.05 ડોલરના સ્તરે પહોંચ્યા હતા. વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે આયાત પડતર નીચી ઊતરતાં ઘરેલૂ હાજર બજારમાં વેચનારા વધુ અને લેનારા ઓછા જોવા મળ્યાના સમાચાર હતા, જેને પગલે સપ્તાહના અંતે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ ઘટીને 99.50ના રૂ.48,800 અને 99.90ના રૂ.49000 સુધી પહોંચ્યો હતો, જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ કિલોદીઠ ઘટીને રૂ.70,000ના સ્તરે બોલાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો કીમતી ધાતુઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં 11,56,655 સોદાઓમાં કુલ રૂ.64,423.80 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.49,283ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,399 અને નીચામાં રૂ.46,744ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,240 ઘટી રૂ.46,958ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,495 ઘટી રૂ.37,766 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.205 ઘટી રૂ.4,642ના સ્તરે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.72,249 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,798 અને નીચામાં રૂ.67,512ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,400 ઘટી રૂ.67,599ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 29,101 સોદાઓમાં રૂ.3,778.02 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,317ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1317 અને નીચામાં રૂ.1295ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.6.50 ઘટી રૂ.1305ના સ્તરે બંધ થયો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.17,217ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,325 અને નીચામાં રૂ.16,780ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.338 ઘટી રૂ.16,869ના સ્તરે બંધ થયો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,083ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1085.90 અને નીચામાં રૂ.964.10ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.82 ઘટી રૂ.1008.80ના સ્તરે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.32 વધી રૂ.984 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.440 ઘટી રૂ.23780ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં 5,18,036 સોદાઓમાં કુલ રૂ.34,311.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,104ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,353 અને નીચામાં રૂ.5,098ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.122 વધી રૂ.5,242 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.10 વધી રૂ.240.30ના સ્તરે બંધ થયો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 21,382 સોદાઓમાં રૂ.1,745.67 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 12,183 સોદાઓમાં રૂ.1,009.55 કરોડનાં 13,501 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9,199 સોદાઓમાં રૂ.736.12 કરોડનાં 9,856 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,210 લોટ્સના નોંધપાત્ર સ્તરે અને મેટલડેક્સ વાયદામાં 1,144 લોટ્સના રેકોર્ડ સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,267ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,344 અને નીચામાં 14,465ના સ્તરને સ્પર્શી, 879 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 764 પોઈન્ટ ઘટી 14,493ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,127ના સ્તરે ખૂલી, 840 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 575 પોઈન્ટ ઘટી 14,499ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,61,852 સોદાઓમાં રૂ.15,775.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,555.90 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,394.09 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,820.22 કરોડનાં કામકાજ થયાં હતાં.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,27,685 સોદાઓમાં રૂ.26,294.17 કરોડનાં 54,556.956 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 9,28,970 સોદાઓમાં કુલ રૂ.38,129.63 કરોડનાં 5,379.410 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.68 કરોડનાં 104 ટન અને કોટનના વાયદાઓમાં 5,498 સોદાઓમાં રૂ.521.13 કરોડનાં 217175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 977 સોદાઓમાં રૂ.46.70 કરોડનાં 474.84 ટન, રબરના વાયદાઓમાં 211 સોદાઓમાં રૂ.3.75 કરોડનાં 219 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 22,389 સોદાઓમાં રૂ.3,205.76 કરોડનાં 3,17,090 ટનનાં કામકાજ થયાં હતાં.