આમદાર સંજય ઉપાધ્યાયના નેતૃત્વમાં ‘આંગણવાડી મિલન’નું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ઉત્તર મુંબઈના બોરીવલી ખાતે આમદાર સંજય ઉપાધ્યાયના નેતૃત્વમાં ‘આંગણવાડી મિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સંજય ઉપાધ્યાયે આંગણવાડી સેવિકાઓ સાથે સંવાદ સાધી તેમની કામગીરી, જરૂરિયાતો અને પડકારો અંગે ચર્ચા કરી હતી. આંગણવાડી સેવિકાઓએ પણ પોતાના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ બાબતો અને જરૂરીયાતો રજૂ કરી હતી.
આ પ્રસંગે આંગણવાડી સેવિકાઓનું શાલ અને ભેટસામગ્રી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન પ્રસંગે સેવિકાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં ઉત્તર મુંબઈ ભાજપ મહિલા મોરચાની અધ્યક્ષા શીતલ આંબ્રે, ભાજપ ઉત્તર મુંબઈ મીડિયા પ્રભારી નીલા બેન સોની, નગરસેવિકા ડૉ. શિલ્પા સાંગોરે, જિજ્ઞાસા શાહ, અધિવક્તા સીમા શિંદે, શ્વેતા કોરગાંવકર, ભાજપ બોરીવલી અધ્યક્ષા સુરેખા ઠોકે સહિત મહિલા મોરચા, આદિવાસી પ્રકોષ્ઠ અને ઉત્તર ભારતીય પ્રકોષ્ઠના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં આંગણવાડી સેવિકાઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.





