પ્રસિદ્ધ વ્યક્તિઓની જીવનીને ખાસ શૈલીથી રૂપેરી પરદે રજૂ કરતા હોવાથી તેમને લાઇફોગ્રાફરનું બિરૂદ મળ્યું છે.
કરાચીમાં જન્મેલા રજની આચાર્યએ ક્રિએટિવ મીડિયા ક્ષેત્રે તેમની અમીટ છાપ છોડી છે. પ્રસિદ્ધ વ્યક્તિઓની જીવનીને ખાસ શૈલીથી રૂપેરી પરદે રજૂ કરતા હોવાથી તેમને લાઇફોગ્રાફરનું બિરૂદ મળ્યું છે. એટલું જ નહીં, ડૉક્યુમેન્ટ્રીના નિર્માણ ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે. તેમની કરિયરને વેગ ત્યારે મળ્યો જ્યારે તેઓ ગુજરાતી ફિલ્મ કાદુ મકરાણીના ચીફ પ્રોડક્શન હેડ તરીકે કામ કર્યું. ઉપરાંત રામાનંદ સાગરની રામાયણ, નુક્કડ અને મનોરંજન જેવી લોકપ્રિય સિરિયલોના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો જાને ભી દો યારોં જેવી ફિલ્મો પણ કરી જેના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચના પ્રચારક તરીકે ખ્યાતિ મેળવી.

પેન ઇન્ડિયા દ્વારા દિગ્ગજ દિગ્દર્શક કુંદન શાહ દિગ્દર્શિત અપમાન અને પી સે પીએમ તક ફિલ્મથી કાર્યકારી નિર્માતા બન્યા. રજની આચાર્ય પેન ઇન્ડિયા ગ્રુપ ઑફ કંપનીઝમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. તો ભારતની પહેલી સેટેલાઇટ ચૅનલ એટીએનના ઉપાધ્યક્ષ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી. ફિલ્મ નિર્માણની સાથે દિગ્દર્શનનો બહોળો અનુભવ લીધા બાદ રજની આચાર્યએ તેમના પોતાના પ્રોડક્શન હાઉસ તક્ષશીલા મલ્ટીમીડિયાની સ્થાપના કરી શોર્ટ ફિલ્મ્સ, ડૉક્યુમેન્ટ્રી ઉપરાંત તેમની અનોખી લાઇફોગ્રાફીનું દિગ્દર્શન કર્યું. તક્ષશીલા બૅનર હેઠળ 400થી વધુ શોર્ટ ફિલ્મો, ડૉક્યુમેન્ટ્રી અને લોકહિત પર આધારિત ફિલ્મો બનાવી.
પદ્મશ્રી મોહમ્મદ રફીની જીવની પર આધારિત તેમની પહેલી લાઇફોગ્રાફી દાસ્તાન-એ-રફીને લાખો દર્શકોએ માણી. એટલું જ નહીં, અનેક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી જેમાં ફિલ્મે બાર જેટલા પુરસ્કાર મેળવ્યા. આ ફિલ્મે પરદા પર જીવન ચરિત્ર દર્શાવવાની પરિભાષા જ બદલી નાખી. ત્યાર બાદ બૉલિવુડ-ઢોલિવુડના વિખ્યાત સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસ પર આધારિત લાઇફોગ્રાફી સૂર શબ્દનું સરનામું બનાવી. ત્યાર બાદ વિવિધ ભાષાઓમાં અલગ અલગદ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ પર આધારિત લાઇફોગ્રાફી બનાવવાનું શરૂ કર્યું. ડૉ. હરિકેશ બૂચ અભિનીત લાઇફ ઑફ ઇટર્નલ (અંગ્રેજી) સહિત અન્ય પ્રોજેક્ટને પણ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. પરદા પાછળના કલાકાર વિક્ટર પરેરા નંબર 1 વિગ-મેકર.
સફળ ઉદ્યોગપતિ બનવાની સાથે ઇતિહાસ રચનાર એક ખેડૂતના પુત્રની પ્રેરણાત્મક કથા પર આધારિત જમીન સે જુડી ઊંચી ઉડાન.
સ્થાપનાની બે સદી પૂરી કરનાર એશિયાના સૌથી જૂના વર્તમાન પત્ર પર આધારિત ડૉક્યુમેન્ટ્રી મુંબઈ સમાચાર 200 નોટ આઉટ. અખબારની 200મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું.
ભારતની સૌથી જૂની મૂક રામલીલા હજુ પણ રાજસ્થાનના બિસાઉ ગામમાં 170થી વધુ વરસોથી સતત ભજવાતી આવી છે. આ અનમોખી રામલીલા માત્ર 73 મિનિટમાં સમગ્ર રામલીલાને દર્શાવવામાં આવે છે. જેના પર આધારિત બિસાઉ કી મૂક રામલીલા – ભારત કા સંગીત મહાકાવ્ય ફિલ્મે માત્ર ત્રણ મહિનામાં 14 આંતરરાષ્ટ્રીય અવૉર્ડ જીત્યા હતા.
એજીએમ, મુંબઈના અગ્રણી બિલ્ડર અને એકતા વર્લ્ડના સ્થાપક અશોક મોહનાની પર આધારિત જીવની એક ઉતાર-ચઢાવ ભર્યા જીવનની કથા છે.
મહેન્દ્ર કપૂર (અસ્થાયી શીર્ષક) ભારતના મહાન ગાયકોમાંના એક પદ્મશ્રી મહેન્દ્ર કપૂરની જીવની.
રજની આચાર્ય લાઇફોગ્રાફર તરીકે ઉલ્લેખની અને પ્રેરણાત્મક જીવનયાત્રાના ફિલ્માંકન માટે પ્રતિબદ્ધ છે.
આઈડીપીએના અધ્યક્ષ તરીકે કાર્યરત રજની આચાર્ય તેમના લક્ષ્ય પ્રત્યે દૃઢનિશ્ચયી છે, તેમનું કહેવું છે કે તેમની રચનાત્મક યાત્રામાં હજુ ઘણું કરવાનું બાકી છે.
ફિલ્મો ઉપરાંત સામાજિક જીવનમાં પણ રજની આચાર્ય ઘણા સક્રિય છે. 2005માં મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઑફિસર (એસઇઓ) તરીકે રજની આચાર્યની નિયુક્તિ કરી હતી. તેઓ મુંબઈ સ્થિત લાયન્સ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષના ટ્રસ્ટી છે. સમગ્ર વિશ્વથી સેટેલાઇટ ચૅનલના લાઇવ ટેલિકાસ્ટ કરવાના એક્સપર્ટ હોવાને કારણે તેમને અનેક દેશોની યાત્રા કરવાનો મોકો મળ્યો છે. આ સિવાય તેમના પૈતૃક ગામ સ્થિત હળવદ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત છે. ઉપરાંત તેમણે ફિલ્મ ઉદ્યોગના વિવિધ સંગઠનોમાં વિવિધ પદ પણ સફળતાપૂર્વક સંભાળ્યા છે.






