કપાસ, કોટનના વાયદાના ભાવમાંમાં વૃદ્ધિઃ મેન્થા તેલમાં ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 119560 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 197483 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 420 કરોડનાં કામકાજ
વિકલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14 થી 20 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 37,70,342 સોદાઓમાં કુલ રૂ.3,17,462.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 119559.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 197482.77 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,83,700 સોદાઓમાં કુલ રૂ.54,399.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,794ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,974 અને નીચામાં રૂ.50,065 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.741 ઘટી રૂ.50,143ના ભાવે પહોંચ્યો હતો.
આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.368 ઘટી રૂ.40,086 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.64 ઘટી રૂ.4,974ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,551ના ભાવે ખૂલી, રૂ.677 ઘટી રૂ.49,938ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.57,226ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,517 અને નીચામાં રૂ.54,911 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 487 ઘટી રૂ.56,653 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 493 ઘટી રૂ.57,140 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.429 ઘટી રૂ.57,259 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,61,326 સોદાઓમાં રૂ.24,848.72 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.10.70 ઘટી રૂ.197.75 અને જસત ઓક્ટોબર વાયદો રૂ.2.05 વધી રૂ.273ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.11.45 ઘટી રૂ.646.85 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 5,39,604 સોદાઓમાં કુલ રૂ.40,089.29 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,264ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,319 અને નીચામાં રૂ.6,741 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.184 ઘટી રૂ.7,091 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.106.70 ઘટી રૂ.445.80 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 3,503 સોદાઓમાં રૂ.222.21 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,606.50 બંધ થયો હતો. કોટન ઓક્ટોબર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,480ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.34,000 અને નીચામાં રૂ.32,000 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,110 વધી રૂ.33,040ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21.80 ઘટી રૂ.967.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,183.86 કરોડનાં 47,980.618 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.30,215.80 કરોડનાં 5,335.657 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.14,739.88 કરોડનાં 2,09,35,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.25,349 કરોડનાં 513320000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.146.63 કરોડનાં 47025 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.75.52 કરોડનાં 769.68 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,146.643 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,040.176 ટન, ક્રૂડ તેલમાં 393100 બેરલ અને નેચરલ ગેસમાં 18301250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 77250 ગાંસડી, મેન્થા તેલમાં 590.04 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.419.56 કરોડનાં 6,049 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,002ના સ્તરે ખૂલી, 181 પોઈન્ટ ઘટી 13,825ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1,97,482.77 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,758.20 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,963.40 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,32,833.50 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.57,910.76 કરોડનાં કામકાજ થયાં હતાં.
– નૈમિષ ત્રિવેદી