જૈનોના ભક્તાંબર યાત્રા થકી જીવનનું સાચું મૂલ્ય સમજાય છે
મહામંત્ર નમોકાર દ્વારા દરેક તકલીફની આધ્યાત્મિક સારવાર કરતાં જૈન ધર્મના દિગંબર પંથના પરમપૂજ્ય શ્રી ૧૦૮ ડૉક્ટર પ્રણામ સાગરજી મુનિરાજ, જેઓ ભક્તામ્બરવાલે બાબા તરીકે વિખ્યાત છે અને પરમપૂજ્ય શ્રી ૧૦૮ વસુંનંદીજી મુનિરાજ આચાર્ય, ૧૦૮ ગિરનાર સાગરજી મુનિરાજના આશીર્વાદ તેમ જ આધ્યાત્મિક ગાયક ડૉક્ટર કુમાર ચેટરજી જેઓ નવકાર મંત્ર દ્વારા સારવાર કરે છે, તેમના અને દિલીપ ઘેવારેજી, ડૉકટર ભરત શાહ દ્વારા ભક્તામ્બર યાત્રાને ધાર્મિક ગ્રંથ તરીકે વિશ્વભરમાં માન્યતા મળે તે માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે આશિષ પ્રભુગાવકાર અને જીગ્નેશ હીરાનીનો સહયોગ મળી રહ્યો છે.
દરેક ધર્મના ગ્રંથ હોય છે હિંદુઓના રામાયણ, ભગવદગીતા, મુસ્લિમોનું કુરાન, ખ્રિસ્તીઓનું બાયબલ છે તો જૈન ધર્મનો કોઈ ગ્રંથ નહીં?

આ માટે ૧૧ સપ્ટેમ્બર સવારે ૯.૩૦ વાગે બોરિવલી વેસ્ટ સ્થિત પ્રબોધન ઠાકરે નાટ્યગૃહમાં એક વિશાળ ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈનચાર્યો, રાજકીય હસ્તીઓ અને આધ્યાત્મિક ગાયક પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈનોના તમામ ફિરકાના જૈન અગ્રણીઓ પણ હાજરી આપશે.
નવકારમંત્રના ઉચ્ચારણ અને આધ્યાત્મિક સંગીત દ્વારા અનેક રોગની સારવાર શક્ય બની છે. તો જૈનોના ભક્તામ્બર યાત્રા થકી જીવનનું સાચું મૂલ્ય સમજાય છે અને મોક્ષની ગતિ મળે છે.






