પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 9585 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8861 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 47 કરોડનાં કામકાજ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,29,764 સોદાઓમાં કુલ રૂ.18,493.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9585.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8861.1 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 96,449 સોદાઓમાં કુલ રૂ.3,876.20 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,211ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,320 અને નીચામાં રૂ.51,110 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15 વધી રૂ.51,178ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.55 ઘટી રૂ.40,770 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.5,068ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,232ના ભાવે ખૂલી, રૂ.15 વધી રૂ.51,232ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,870ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,167 અને નીચામાં રૂ.54,655 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 103 ઘટી રૂ.54,889 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 186 ઘટી રૂ.55,473 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.253 ઘટી રૂ.55,426 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,824 સોદાઓમાં રૂ.2,825.55 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.209.95 અને જસત ઓગસ્ટ વાયદો રૂ.3.10 ઘટી રૂ.312ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.10 ઘટી રૂ.668.60 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,953 સોદાઓમાં કુલ રૂ.2,790.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,384 અને નીચામાં રૂ.7,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.192 વધી રૂ.7,354 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.10 વધી રૂ.788.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,404 સોદાઓમાં રૂ.92.38 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓગસ્ટ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.50,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,000 અને નીચામાં રૂ.48,900 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 ઘટી રૂ.49,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.70 ઘટી રૂ.956.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,410.16 કરોડનાં 2,753.312 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,466.04 કરોડનાં 443.554 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.972.52 કરોડનાં 13,28,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,818 કરોડનાં 23023750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.58.99 કરોડનાં 14725 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.33.39 કરોડનાં 344.52 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,215.410 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,266.502 ટન, ક્રૂડ તેલમાં 463300 બેરલ અને નેચરલ ગેસમાં 14372500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 56525 ગાંસડી, મેન્થા તેલમાં 707.4 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.46.98 કરોડનાં 669 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,022ના સ્તરે ખૂલી, 8 પોઈન્ટ વધી 14,031ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,861.10 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.240.41 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.298.30 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,954.45 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,367.94 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 227.50 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.80 ખૂલી, ઊપરમાં રૂ.23 અને નીચામાં રૂ.15 રહી, અંતે રૂ.5.20 વધી રૂ.18.15 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.280 ખૂલી, ઊપરમાં રૂ.338 અને નીચામાં રૂ.280 રહી, અંતે રૂ.78.60 વધી રૂ.323.90 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.23.50 ખૂલી, ઊપરમાં રૂ.28.50 અને નીચામાં રૂ.23.50 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.26 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.150.50 ખૂલી, ઊપરમાં રૂ.188 અને નીચામાં રૂ.105 રહી, અંતે રૂ.56.50 ઘટી રૂ.146 થયો હતો. સોનું-મિની ઓગસ્ટ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.43 ખૂલી, ઊપરમાં રૂ.49.50 અને નીચામાં રૂ.25.50 રહી, અંતે રૂ.14.50 ઘટી રૂ.34.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.240 ખૂલી, ઊપરમાં રૂ.289.40 અને નીચામાં રૂ.240 રહી, અંતે રૂ.66.10 ઘટી રૂ.251.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.750ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8 ખૂલી, ઊપરમાં રૂ.10.10 અને નીચામાં રૂ.6.20 રહી, અંતે રૂ.3.80 ઘટી રૂ.8.90 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.497 ખૂલી, ઊપરમાં રૂ.650 અને નીચામાં રૂ.383 રહી, અંતે રૂ.6.50 ઘટી રૂ.490.50 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.62 ખૂલી, ઊપરમાં રૂ.65 અને નીચામાં રૂ.50 રહી, અંતે રૂ.18.50 ઘટી રૂ.62.50 થયો હતો. સોનું-મિની ઓગસ્ટ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.8 ખૂલી, ઊપરમાં રૂ.32.50 અને નીચામાં રૂ.4 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.21.50 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી






