બુલડેક્સ ફ્યુચર્સમાં 53 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 177 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા
ડેઇલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,68,931 સોદાઓમાં કુલ રૂ.15,240.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 53 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 177 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 45,208 સોદાઓમાં કુલ રૂ.2,604.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,861ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,019 અને નીચામાં રૂ.46,854 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.159 વધી રૂ.46,986ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.79 વધી રૂ.37,733 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.4,673ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,740ના ભાવે ખૂલી, રૂ.128 વધી રૂ.46,865ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,991 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,300 અને નીચામાં રૂ.60,910 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 ઘટી રૂ.61,227 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.25 ઘટી રૂ.61,459 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.49 ઘટી રૂ.61,445 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 14,804 સોદાઓમાં રૂ.2,850.95 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.35 ઘટી રૂ.235.75 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.80 વધી રૂ.264ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.723.35 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.32.8 વધી રૂ.1,466.80 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 61,683 સોદાઓમાં કુલ રૂ.5,616.86 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,977 અને નીચામાં રૂ.5,880 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.57 વધી રૂ.5,917 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3 વધી રૂ.427 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,684 સોદાઓમાં રૂ.467.46 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,619ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1688.50 અને નીચામાં રૂ.1619 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.67.50 વધી રૂ.1,678.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,148 અને નીચામાં રૂ.16,661 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.84 વધી રૂ.16,950ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,143ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1153.50 અને નીચામાં રૂ.1137 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.90 વધી રૂ.1150.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.10 વધી રૂ.943.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.860 વધી રૂ.30,780 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,822 સોદાઓમાં રૂ.1,370.57 કરોડનાં 2,921.684 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 35,386 સોદાઓમાં કુલ રૂ.1,233.54 કરોડનાં 201.560 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.265.25 કરોડનાં 11,215 ટન, જસતના વાયદાઓમાં રૂ.300.14 કરોડનાં 11,410 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,089.42 કરોડનાં 14,992.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,071.08 કરોડનાં 7,291.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.125.06 કરોડનાં 6,870 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 23,538 સોદાઓમાં રૂ.2,037.91 કરોડનાં 34,28,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 38,145 સોદાઓમાં રૂ.3,578.95 કરોડનાં 8,28,60,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.76 કરોડનાં 92 ટન અને કોટનના વાયદાઓમાં 1,893 સોદાઓમાં રૂ.177.55 કરોડનાં 57700 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 214 સોદાઓમાં રૂ.8.26 કરોડનાં 87.48 ટન, રબરના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ.0.27 કરોડનાં 16 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,541 સોદાઓમાં રૂ.280.62 કરોડનાં 24,540 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,766.465 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 642.595 ટન, એલ્યુમિનિયમમાં 14,380 ટન, જસત વાયદામાં 10,195 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,022.500 ટન, નિકલ વાયદામાં 2,7030 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,895 ટન, ક્રૂડ તેલમાં 12,14,100 બેરલ અને નેચરલ ગેસમાં 88,21,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 106550 ગાંસડી, મેન્થા તેલમાં 462.96 ટન, રબરમાં 78 ટન, સીપીઓમાં 72,000 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,683 સોદાઓમાં રૂ.143.47 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 379 સોદાઓમાં રૂ.28.87 કરોડનાં 414 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 858 સોદાઓમાં રૂ.78.61 કરોડનાં 956 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,949 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,390 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,928ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,971 અને નીચામાં 13,918ના સ્તરને સ્પર્શી, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 35 પોઈન્ટ વધી 13,963ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,360ના સ્તરે ખૂલી, 177 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 147 પોઈન્ટ વધી 16,423ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 41,869 સોદાઓમાં રૂ.3,558.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.147.61 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.50.58 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,358.53 કરોડનાં કામકાજ થયાં હતાં.
નૈમિષ ત્રિવેદી