બુલડેક્સ ફ્યુચર્સમાં 53 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 83 પોઈન્ટની મૂવમેન્ટઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ, કોટન, રબરના વાયદામાં સાર્વત્રિક ઘટાડો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 98,415 સોદાઓમાં કુલ રૂ.8,292.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.74 સુધરવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.13 નરમ ટ્રેડ થઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને રબરમાં સાર્વત્રિક ઘટાડા સામે સીપીઓ અને મેન્થા તેલ વધી આવ્યા હતા.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 33,858 સોદાઓમાં કુલ રૂ.2,178.79 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,049ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,208 અને નીચામાં રૂ.47,032 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.74 વધી રૂ.47,142ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.37,935 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.4,716ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,552 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,575 અને નીચામાં રૂ.63,552 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 ઘટી રૂ.63,560 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.22 ઘટી રૂ.64,053 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.22 ઘટી રૂ.64,054 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 10,230 સોદાઓમાં રૂ.1,765.82 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.60 વધી રૂ.213.10 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 વધી રૂ.244ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.707.65 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.8 ઘટી રૂ.1,428.80 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.181ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 33,495 સોદાઓમાં કુલ રૂ.2,617.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,985ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,050 અને નીચામાં રૂ.4,983 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.51 વધી રૂ.5,044 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.10 ઘટી રૂ.341.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 1,572 સોદાઓમાં રૂ.198.58 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1402 અને નીચામાં રૂ.1393.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.50 ઘટી રૂ.1,398.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,000 અને નીચામાં રૂ.17,750 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.128 ઘટી રૂ.17,868ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,131.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143.90 અને નીચામાં રૂ.1127 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.80 વધી રૂ.1142.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.20 વધી રૂ.946.70 અને એમસીએક્સ કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.40 ઘટી રૂ.25,460 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ પર 6,468 સોદાઓમાં રૂ.1,207.17 કરોડનાં 2,560.304 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 27,390 સોદાઓમાં કુલ રૂ.971.62 કરોડનાં 151.796 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.195.49 કરોડનાં 9,150 ટન, જસતના વાયદાઓમાં રૂ.184.32 કરોડનાં 7,545 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.769.08 કરોડનાં 10,837.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.541.33 કરોડનાં 3,7770 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.75.60 કરોડનાં 4,180 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,724 સોદાઓમાં રૂ.638.77 કરોડનાં 12,72,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 24,771 સોદાઓમાં રૂ.1,978.24 કરોડનાં 5,83,60,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ.0.25 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 368 સોદાઓમાં રૂ.30.13 કરોડનાં 11900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 121 સોદાઓમાં રૂ.5.67 કરોડનાં 60.12 ટન, રબરના વાયદાઓમાં 34 સોદાઓમાં રૂ.0.63 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,043 સોદાઓમાં રૂ.161.90 કરોડનાં 14,300 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,754.750 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 486.302 ટન, એલ્યુમિનિયમમાં 11,390 ટન, જસત વાયદામાં 5,960 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,767.500 ટન, નિકલ વાયદામાં 2,764.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,165 ટન, ક્રૂડ તેલમાં 5,46,200 બેરલ અને નેચરલ ગેસમાં 2,78,71,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 172 ટન, કોટનમાં 46050 ગાંસડી, મેન્થા તેલમાં 467.64 ટન, રબરમાં 74 ટન, સીપીઓમાં 47,440 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ પર 933 સોદાઓમાં રૂ.74.74 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 426 સોદાઓમાં રૂ.30.77 કરોડનાં 434 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 507 સોદાઓમાં રૂ.43.97 કરોડનાં 564 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,092 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 770 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,164ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,205 અને નીચામાં 14,152ના સ્તરને સ્પર્શી, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ વધી 14,178ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,592ના સ્તરે ખૂલી, 83 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 18 પોઈન્ટ વધી 15,560ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 18,327 સોદાઓમાં રૂ.1,457.24 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.203.25 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12.26 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,240.81 કરોડનાં કામકાજ થયાં હતાં.
– નૈમિષ ત્રિવેદી






