કિશોર મણિયાલના ખાર નિવાસસ્થાને ત્રણ દિવસ ભક્તિભાવથી ગણેશોત્સવની ઉજવણી
મુંબઈના ખાર વિસ્તારમાં રહેતા જાણીતા સમાજસેવક અને ઉદ્યોગપતિ કિશોર મણિયાલના નિવાસસ્થાને છેલ્લા ૭૫ વર્ષથી ગણપતિજીની પધરામણીની પરંપરા જળવાઈ રહી છે. ત્રણ દિવસ સુધી પરિવારજનો અને મિત્રો સાથે ગણપતિજીની પૂજા-અર્ચના, આરતી અને ભજન કરવામાં આવે છે. ત્યારબાદ નાસિક ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢી આતશબાજી સાથે શાડુ માટીના ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે.

આ પ્રસંગે કિશોર મણિયાલે ભારતની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને હિન્દુ સમાજમાં એકતા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. કિશોરભાઈ દ્વારા ગોબરના ગણપતિ, મોદક અને પૂજા સામગ્રીનું પણ ભેટરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.





